બોરીઓની પાછળ છૂપાઈને બેઠા હતા આતંકીઓ, જવાનોએ ટ્રક જ ઉડાવી માર્યો, જુઓ એક્સક્લુઝિવ PHOTOS
નગરોટા ટોલ પ્લાઝા બન પાસે જ્યારે સુરક્ષાદળોએ આતંકીઓના ટ્રકને રોક્યો ત્યારે માણસાઈના દુશ્મન આતંકીઓને સમજાઈ ગયું કે તેમનો ખેલ ખતમ થઈ ગયો છે. આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ. ત્યારબાદ ત્યાં હાજર જવાનોએ મોરચો સંભાળ્યો અને તરત જ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી. આતંકીઓને જડબાતોડ જવાબ અપાયો. બંને તરફથી ફાયરિંગ સતત ચાલુ રહ્યું. અથડામણની જાણ થતા જ નગરોટા બન ટોલ પ્લાઝા પર સીઆરપીએફ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સેનાની જોઈન્ટ ટીમ ત્યાં પહોંચી ગઈ. ત્યારબાદ આતંકીઓનો ખાતમો નક્કી જ હતો. સુરક્ષાદળોના ફાયરિંગમાં પહેલા ત્રણ આતંકીઓ માર્યા ગયા અને ત્યારબાદ ચોથો બચેલો આતંકી પણ ઠાર થયો.
આતંકીઓ પાસેથી 11 એકે-46 રાઈફલ મળી આવી. આ સાથે જ ભારે પ્રમાણમાં ગોળા બારૂદ પણ મળી આવ્યા. 3 ડઝન ગ્રેનેડ અને 6 પિસ્તોલ પણ મળ્યા.
જમ્મુ અને કાશ્મીર પોલીસના આઈજીએ જાણકારી આપતા કહ્યું કે ગુપ્ત માહિતીના આધારે ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. એક ટ્રકની તલાશી શરૂ કરતા જ ફાયરિંગ શરૂ થઈ ગયું. 3 કલાક સુધી એન્કાઉન્ટર ચાલ્યું, ઓપેરશનને પોલીસ, સીઆરપીએફ અને આર્મીની લોકલ યુનિટે અંજામ આપ્યો.
સવારે 5 વાગે પ્લાઝા પર સંદિગ્ધ ટ્રક પહોંચ્યો હતો. આતંકીઓ ટ્રકમાં જ બોરીઓ વચ્ચે છૂપાઈને બેઠા હતા. ત્યાંથી જ સુરક્ષાદળો પર ગોળીઓ છોડવા લાગ્યા. જવાબમાં સુરક્ષાદળોએ તે ટ્રકને જ ઉડાવી માર્યો. ત્યારબાદ આતંકીઓ પાસેના જંગલ બાજુ ભાગ્યા.
આ અથડામણ બાદ ઉધમપુર જિલ્લામાં સુરક્ષા વધારવામાં આવી છે. આ સાથે જ માતા વૈષ્ણો દેવી મંદિરના કટરા બેસ કેમ્પની સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવાઈ છે. જે જગ્યાએ આતંકીઓની સાથે અથડામણ થઈ તે જગ્યા નજીક જ છે.
આ જ જગ્યાએ થોડા સમય પહેલા પણ જમ્મુ કાશ્મીર પોલીસે 3 આતંકીઓને ઠાર કર્યા હતા. બુધવારે પુલવામાના કકપોરામાં આતંકીઓએ સીઆરપીએફના બંકર પર ગ્રેનેડ એટેક કર્યો હતો. પરંતુ આ હુમલો ચૂકાઈ ગયો. ગ્રેનેડ રસ્તા પર જઈને ફાટ્યો જેમાં 12 નાગરિકો ઘાયલ થયા. અત્રે જણાવવાનું કે કલમ 370 હટ્યા બાદ આતંકીઓની મુસીબત ખુબ વધી ગઈ છે. તેમની આતંક ફેલાવવાનું દરેક ષડયંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં વિદેશી આતંકવાદ હવે પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યો છે.