રાજકોટ અગ્નિકાંડ: ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે અરજન્ટ સુનાવણી, તંત્રના ભુક્કા નીકળશે

Rajkot Game zone Fire: એકતરફ હાઈકોર્ટે સુઓમોટો લીધી  તો બીજીબાજુ રાજકોટ પોલીસ પણ એક્શનમાં આવી અને 6 લોકો સામે FIR દાખલ કરી. કોની સામે ગુનો નોંધાયો. તેના પર નજર કરીએ તો અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ અને ધવલ ઠક્કર સામે ફરિયાદ નોંધી છે.

રાજકોટ અગ્નિકાંડ: ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે અરજન્ટ સુનાવણી, તંત્રના ભુક્કા નીકળશે

Rajkot Game zone Fire: 25મી તારીખે રાજકોટમાં બનેલી ઘટનાએ દેશના લોકોને હચમચાવી નાંખ્યા. ઘટના બન્યા પછી તંત્ર અને પોલીસ હરકતમાં આવ્યું હતું. જેમાં પોલીસે તાત્કાલિક 4 આરોપીઓની અટકાયત કરી. દુર્ઘટનાના પગલે ગુજરાત હાઈકોર્ટે પણ રજાના દિવસે સુઓમોટો લીધી અને સુનાવણી કરી. જેમાં હાઈકોર્ટે સરકારને શું આદેશ કર્યો?. કયા આરોપીઓ સામે FIR કરવામાં આવી?

આ અગનજ્વાળા એવી તો પ્રગટી કે પોતાની સાથે 28 જિંદગીઓને લઈ ગઈ. આ ઘટના માટે આખરે કોણ જવાબદાર?. આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમકે ગેમઝોનના સંચાલકની સાથે સાથે તંત્ર પણ એટલું જ દુર્ઘટના માટે જવાબદાર છે. રાજકોટની ગોઝારી ઘટનાના પડઘા માત્ર રાજકોટ જ નહીં પરંતુ આખા દેશમાં પડ્યા. જેના કારણે હાઈકોર્ટે સુઓમોટો લેતાં રજાના દિવસે સુનાવણી કરતાં આકરા શબ્દોમાં ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે આ કેસને સ્પેશ્યલ ગણીને આવતીકાલે સવારે 9 કલાકે સુનાવણી રાખી છે.

  • આ એક માનવસર્જિત દુર્ઘટના છે.
  • ગેમઝોનના આયોજકોની બેદરકારીએ નિર્દોષ લોકોનો ભોગ લીધો.
  • GDCRની છટકબારીઓ દ્વારા નિયમોનું સંચાલકોએ ઉલ્લંઘન કર્યુ.
  • TRP ગેમઝોન પાસે કોઈ ફાયર સેફ્ટીની પરમિશન નહોતી.
  • ફાયર સેફ્ટીની વિના ગેમઝોન ચલાવવાની કેમ મંજૂરી આપી?
  • મંજૂરી વિના જ ગેમઝોને કામચલાઉ માળખું ઉભું કરી દીધું હતું.
  • ચારેય મુખ્ય શહેરોને કેવા નિયમો છે તે અંગે સબમિશન કરવા આદેશ કર્યો.

રાજકોટ હત્યાકાંડને લઈને મોટો ખુલાસો! ગેમઝોનમાં દારૂની રેલમછેલ...બિયરના ટીન મળ્યા

એકતરફ હાઈકોર્ટે સુઓમોટો લીધી  તો બીજીબાજુ રાજકોટ પોલીસ પણ એક્શનમાં આવી અને 6 લોકો સામે FIR દાખલ કરી. કોની સામે ગુનો નોંધાયો. તેના પર નજર કરીએ તો અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ અને ધવલ ઠક્કર સામે ફરિયાદ નોંધી છે.

પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી યુવરાજસિંહ સોલંકી ગેમઝોનમાં 15 ટકાનો ભાગીદાર હતો. રાજકોટ પોલીસે સ્વીકાર કર્યો કે તેમણે ટિકિટ માટે મંજૂરીની પરવાનગી આપી હતી. જોકે ફાયરના બિલ તેમની પાસે  રજૂ કર્યા હોવાનું કહીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાંખ્યા. રાજ્યના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ ઝી 24 કલાક સાથે ખાસ કરતાં આ સમગ્ર ઘટના માટે રાજકોટ કોર્પોરેશનને જવાબદાર ગણાવ્યું. ઘટનાની જાણ થતાં રવિવારે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક રાજકોટ પહોંચ્યા અને તમામ ઘટનાની તલસ્પર્શી માહિતી મેળવી.  

મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલ  પહોંચીને ઈજાગ્રસ્તો અને મૃતકોના પરિજનો સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના પાઠવી હતી. સાથે જ મૃતકોના પરિવારોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી. જોકે અહીયા સૈૌથી મોટો સવાલ એ થાય છે કે શું સરકારી સહાય મળવાથી પરિવારનો દીકરો પાછો આવી જશે? આગમાં હોમાયેલા પરિવારના મોભી જીવતા પાછા આવશે?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news