Akshaya Tritiya 2024: અક્ષય તૃતિયા પર આ 5 વસ્તુઓનું દાન બનાવશે ધનવાન, આવકમાં થશે જોરદાર વધારો

Tue, 30 Apr 2024-2:34 pm,

શાસ્ત્રોમાં અક્ષય તૃતિયા પર સોના-ચાંદી ખરીદવું શુભ ગણવામાં આવે છે. આ દિવસે એકદમ શુભ દિવસોમાંથી એક ગણવામાં આવે છે. એટલા માટે માંગલિક કાર્ય જો આ દિવસે કરવામાં આવે, તો વિશેષ લાભ થાય છે. કહેવાય છે કે જો આ શુભ દિવસે તમે કંઇક ખાસ વસ્તુઓનું દાન કરો છો, તો જીવનમાં ક્યારેય ધન-ધાન્યની ખોટ વર્તાતી નથી. જાણો કઇ વસ્તુઓનું દાન કરવું જોઇએ. 

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર અક્ષય તૃતિયાના દિવસે પથારીનું દાન કરવાથી ખુશીઓ આવે છે. આમ કરવાથી પિતૃ તો પ્રસન્ન થાય છે. સાથે જ પારિવારિક જીવનમાં ખુશીઓ આવે છે. આ દિવસે પથારીનું દાન કરવાથી દેવી દેવતાઓના આર્શિવાદ પ્રાપ્ત થાય છે. 

શાસ્ત્રોન અનુસાર અક્ષય તૃતિયા પર જરૂરિયાતમંદ લોકોને કપડાં દાન કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે જે લોકો આ દિવસે કપડાંનું દાન કરે છે તેમને રોગોમાંથી મુક્તિ મળે છે. સ્વાસ્થ્યમાં સારો લાભ જોવા મળે છે. સાથે જ તમને દેવામાંથી મુક્તિ મળે છે. 

દુર્ઘટનાઓથી બચવા માટે અક્ષય તૃતિયાના દિવસે ચંદનનું દાન કરવું જોઈએ. આ સાથે એવું કહેવામાં આવે છે કે ચંદનનું દાન કરવાથી તમારા જીવનમાં પ્રતિકૂળ સંજોગોનું નિર્માણ થતું નથી. ખરાબ કાર્યો પૂર્ણ થવા લાગે છે અને વ્યક્તિના કોઈપણ કાર્યમાં કોઈ અડચણ આવતી નથી.

શાસ્ત્રોમાં કુમકુમને પ્રેમ અને શણગારનું પ્રતિક માનવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં અક્ષય તૃતિયાના દિવસે કુમકુમનું દાન કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે. વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે. કુમકુમનું દાન કરવાથી વ્યક્તિના વૈવાહિક જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

અક્ષય તૃતિયા પર ખૂબ ગરમી હોય છે, એવામાં જો તમે આ દિવસે લોકોને પાણીનું દાન કરો અથવા ઠંડુ પાણી આપો તો તેનાથી ભગવાનની કૃપા વરસશે. પાણીનું દાન કરવાથી સામેની વ્યક્તિની તરસ તો છીપાય છે પણ માનસિક શાંતિનો અનુભવ પણ થાય છે. તેથી અક્ષય તૃતીયાના દિવસે જળનું દાન કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link