Aliya Riaz: પાકિસ્તાનની `લેડી ધોની`, વિનિંગ સિક્સ ફટકારી મેચ જીતાડવામાં છે માહિર
પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ હાલમાં 3 મેચની T20I સીરીઝ માટે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમની યજમાની કરી રહી છે. આ સીરીઝની શરૂઆતની બંને મેચ પાકિસ્તાનના નામે રહી છે. આ બંને મેચ આલિયા રિયાઝે (Aliya Riaz) જીતાડી હતી.
આલિયા રિયાઝે (Aliya Riaz)છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને સીરીઝની પ્રથમ મેચ જીતી લીધી હતી. આ સાથે જ સિરીઝની બીજી મેચમાં તેણે સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. આલિયા રિયાઝ (Aliya Riaz) ને આ રીતે મેચ પૂરી કરતા જોઈને તેની સરખામણી મહેન્દ્ર સિંહ ધોની સાથે કરવામાં આવી રહી છે, જે સતત સિક્સર ફટકારી મેચ જીતાડવા માટે જાણીતા છે.
30 વર્ષની આલિયા રિયાઝ (Aliya Riaz) નો જન્મ 24 સપ્ટેમ્બર, 1992ના રોજ પાકિસ્તાનના રાવલપિંડીમાં થયો હતો. આલિયા રિયાઝ (Aliya Riaz) ને બેટિંગની સાથે રાઈટ આર્મ ઓફ સ્પિનર તરીકે પણ ઓળખવામાં આવે છે.
આલિયા રિયાઝે (Aliya Riaz) તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ 2014માં રમી હતી. અત્યાર સુધી તે પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ માટે 53 ODI અને 74 T20 મેચ રમી ચુકી છે.
આલિયા રિયાઝે (Aliya Riaz) 53 ODI મેચમાં 985 રન બનાવ્યા છે અને 8 વિકેટ લીધી છે. આ સાથે જ આલિયા રિયાઝે (Aliya Riaz) 74 T20 મેચમાં 843 રન બનાવ્યા છે અને 17 વિકેટ પોતાના નામે કરી છે. આલિયા રિયાઝે (Aliya Riaz) તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 7 અડધી સદી ફટકારી છે.