Babri Masjid Demolition Case: તમામ 32 આરોપીઓ નિર્દોષ જાહેર, ``ફોટાથી કોઈ દોષિત ન થઈ જાય`

Wed, 30 Sep 2020-1:54 pm,

ચુકાદા બાદ કોર્ટની બહાર આવેલા વકીલોએ જણાવ્યું કે કોર્ટે કહ્યું કે ફોટાથી કોઈ આરોપી થઈ જતુ નથી. કોર્ટે કહ્યું કે કોઈ પણ પ્રકારના વિવાદિત માળખાને તોડી પાડવાનો પ્રયત્ન આરોપી વ્યક્તિઓએ કર્યો નહતો. કોર્ટે એમ પણ કહ્યું કે જો આ ષડયંત્ર આરોપી વ્યક્તિઓએ કર્યું હોત તો રામલલાની મૂર્તિઓને ત્યાંથી અગાઉ હટાવી લેવાઈ હોત. 

કોર્ટે એમ પણ કહ્યું કે આ કોઈ પૂર્વ નિયોજિત ઘટના નહતી. પરંતુ અચાનક બની હતી. કોર્ટે કહ્યું કે જે પુરાવા છે તે તમામ આરોપીઓને છોડી મૂકવા માટે પુરતા છે. કોર્ટે સીબીઆઈના પુરાવા ઉપર પણ અનેક સવાલ ઉઠાવ્યાં. કોર્ટે કહ્યું કે SAP સીલ બંધ નહતી અને તેના પર ભરોસો કરી શકાય નહીં. 

કોર્ટે ચુકાદો સંભળાવ્યા બાદ કોર્ટમાં જ જય શ્રીરામના નારા ગૂંજ્યા હતાં. ત્યાં હાજર તમામ આરોપીઓ અને તેમના વકીલોએ જય શ્રીરામના નારા લગાવ્યાં.  

સીબીઆઈની વિશેષ કોર્ટમાં જ્યારે જજ એસ કે યાદવે ચુકાદો વાંચવાનો શરૂ કર્યો ત્યારે કોર્ટમાં પીન ડ્રોપ સાયલન્સ હતી. બધા ચૂપ થઈને ચુકાદો સાંભળી રહ્યા હતાં. જેવો ચુકાદો આવ્યો કે આરોપીઓના મો પર આનંદ છવાઈ ગયો. આરોપીઓએ પોતે નિર્દોષ જાહેર થતા જ ભગવાનનો આભાર માન્યો. 

દાયકાઓ જૂના આ કેસમાં પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી. પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી, સાક્ષી મહારાજ, સાધ્વી ઋતંભરા, વિશ્વ હિન્દુ પરિષદના નેતા ચંપત રાય, વિનય કટિયાર, મહંત નૃત્યગોપાલ દાસ, રામ વિલાસ વેદાંતી, ધરમદાસ, ડો.સતીષ પ્રધાન સહિત 32 આરોપી જાહેર કરાયા હતા.. આ કેસમાં કુલ 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા અને એફઆઈઆર દાખલ થઈ હતી જેમાંથી હાલ 32 આરોપીઓ જીવિત છે.

ચુકાદો સંભળાવ્યો ત્યારે 32 આરોપીઓમાંથી ફક્ત 6 આરોપીઓ કોર્ટમાં હાજર નહતાં. જ્યારે 26 આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. બાકીના આરોપીઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટની કાર્યવાહીમાં સામેલ રહ્યા હતાં. જજ એસ કે યાદવે કહ્યું કે પૂરતા પુરાવા નથી. નેતાઓએ ભીડને રોકવાની કોશિશ કરી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link