તમારા ઘરમાં તો નથી ને આ એલર્જી પેદા કરનારા `એલર્જેંસ`

Fri, 03 Aug 2018-9:42 am,

જો તમે દમ અથવા એલર્જી જેવી બિમારીના દર્દી છો તો આ સમાચાર માટે મદદગાર સાબિત થશે. તાજેતરમાં યૂએસમાં થયેલા એક રિસર્ચ અનુસાર દરેક ઘરમાં ઓછામાં ઓછા એક એવા એલર્જેંસ મળી આવે જે લોકોને બિમાર કરવા માટે પુરતા છે. આ યૂએસની અત્યાર સુધીની ઘરોમાં એલર્જેસને લઇને સૌથી મોટું રિસર્ચ હતું જેમાં 70,000 ઘરોના ફર્શની ધૂળના નમૂના લેવામાં આવ્યા છે. 

તેમણે આ શોધમાં એ પણ જાણ્યું કે 100 થી 99 ટકા લોકો ઘરમાંથી 8માંથી 1 એલર્જેંસ એવા હોય છે જે દરેક ઘરમાં મળી આવે છે. તો બીજી તરફ 70 ટકા લોકોના ઘરોમાં 3 એલર્જેંસ દરેક ઘરમાં મળી આવે છે. શોધકર્તાઓના અનુસાર આ 8 કોમન એલર્જેંસ કુતરા, બિલાડીઓ, ઉંદર ધૂળના કણોમાં મળી આવે છે. 

તેમણે જાણ્યું કે જે ઘરોમાં પાલતુ જાનવરોને રાખવામાં આવે છે, તેમાં આ એલર્જેંસની સંખ્યા ઘણા પ્રકારની છે. શોધમાં એ પણ જાણવા મળ્યું કે જે લોકોને દમ અથવા એલર્જી જેવી બિમારીઓ છે તેમના માટે આ એલર્જેંસથી ઇંફેક્શનનો ખૂબ ખતરો છે. પોતાના પાલતૂ જાનવરોને તમારા બેડથી દૂર રાખો. તેમને સમયાંતરે સ્નાન કરાવો. 

આ એલર્જેંસથી લડવા માટે તમારે દરરોજ તમારા રૂમ સાફ કરવા જોઇએ. જો તમે વેક્યૂમ ક્લિનરનો ઉપયોગ કરો છો તો રૂમના ખૂણામાં અને કાર્પેટ પર સારી રીતે સફાઇ કરો. 

તમારા બેડની ચાદરોને ગરમ પાણીથી ધોવો. જો તમારા બાળકો રમકડાં રમે છે તો તેને સારી રીતે ધોવો અથવા એક પ્લાસ્ટિક બેગમાં નાખીને ફ્રિજરમાં મુકી દો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link