ભારતના આ પુલમાં એટલા તાર છે કે, આખી પૃથ્વીને વીંટાળી શકાય છે

Fri, 28 Jul 2023-4:16 pm,

મુંબઈમાં દરિયા વચ્ચે બનાવેલો બાંદ્રા-વર્લી સી લિંક બ્રિજ ભારતનો પહેલો 8 લેન અને સૌથી લાંબો સમુદ્રી બ્રિજ છે. જેની લંબાઇ 5.6 કિમી છે. આ બ્રિજ ચાલુ થયા પછી બાંદ્રાથી વર્લીની મુસાફરી 1 કલાકથી ઓછી થઇ ગઇ છે.   

બ્રિજનું નિર્માણ વર્ષ 2009માં પૂરું થયું અને તેના નિર્માણકાર્ય માટે 1600 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. વર્ષ 2010માં આ બ્રિજની 8 લેન ચાલુ કરી દેવાઇ હતી. 

આ બ્રિજની ખાસિયત એ છે કે, બ્રિજના તમામ સ્ટીલ કેબલ્સ જોડવામાં આવે તો પૃથ્વીની એક પરિધિ બરાબર થાય છે... પૃથ્વીની પરિધિ 40 હજાર 75 કિલોમીટર છે. તેટલા સ્ટીલ વાયરનો ઉપયોગ આ બ્રિજ માટે થયો છે.   

આ બ્રિજને રાજીવ ગાંધી લિંકના નામથી પણ ઓળખવામાં આવે છે. આ બ્રિજનું વજન 56,000 આફ્રીકન હાથીઓના વજન બરાબર છે, જેમાં 90,000 ટન સિમેન્ટનો ઉપયોગ કરાયો છે.   

સૌથી મહત્વની બાબત એ છે કે, આ બ્રિજનું નિર્માણ 11 દેશોન ગ્રૂપ સાથે મળીને કરવામાં આવ્યું હતું. જેમાં મિસર, ચીન, કેનેડા, સ્વિત્ઝરર્લેન્ડ, બ્રિટન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપુર, ફિલીપાઈન્સ, ઈન્ડોનેશિયા અને સર્બિયા સામેલ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link