Weight Loss: બોલીવુડની આ 8 અભિનેત્રીઓનું વજન ઘટાડવા માટેનું અદભૂત ટ્રાન્સફોર્મેશન...જોઈને દંગ રહેશો

Thu, 30 Nov 2023-10:19 am,

શહનાઝ ગિલને કોણ નથી જાણતું..તેણે બિગ બોસ સીઝન 13, કીસી કા ભાઈ કીસી કી જાન મૂવી અને અનેક મ્યૂઝીક આલ્બમથી પોતાની ઓળખ બનાવી છે. બિગ  બોસ સીઝન 13 સમયે શહનાઝ ગિલનું વજન 67 કિલો હતું અને બિગ બોસ બાદ તેણે પોતાનું વજન ઓછું કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ હવે તે 55 કિલો સુધી પહોંચી ગઈ છે. શહનાઝ ગિલે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવું હોય તો ફિટ દેખાવવું ખુબ જરૂરી છે. 

ભૂમિ પેડનેકરે પોતાની ફિલ્મ દમ લગાકે હઈશામાં પોતાની ભૂમિકા માટે વજન વધાર્યું હતું અને પછી તેણે આ વધેલું વજન ઓછું કરવા માટે ખુબ મહેનત કરી અને તેણે જિમ, સ્વિમિંગ, રનિંગ, યોગ, ડાયેટ અને નૃત્ય જેવા વર્ક આઉટ કરીને પોતાને ફિટ કરી લીધા. 

આલિયા ભટ્ટે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી ડેબ્યુ કર્યું હતું. પરંતુ તે હંમેશા આટલી સ્લિમ અને ફિટ નહતી. તેના તેના એક ઓડિશનનો વીડિયો ક્લિપ થોડા વર્ષ પહેલા વાયરલ થયો હતો જેમાં તે પોતાના ગોળ મટોળ અવતારમાં જોવા મળી રહી હતી. પોતાની પહેલી ફિલ્મ માટે તેણે 3 મહિનામાં 16 કિલો વજન ઓછું કર્યું હતું. આલિયા ભટ્ટે જિમ અને ડાયેટથી ભરપૂર આહાર લઈને વજન ઓછું કર્યું. 

સારા અલી ખાને ફિલ્મ કેદારનાથથી ડેબ્યૂ કર્યું હતું. પંરતુ તે પહેલા તેનું વજન 90 કિલોથી વધુ હતું. સારા અલી ખાનને પોલીસિસ્ટિક ઓવેરિયન ડિસિઝ (પીસીઓડી) હતું પરંતુ અભિનેત્રી બનવા માટે વજન ઓછું કરવું જરૂરી હતું. આથી તેણે કથક કર્યુ, યોગ, જિમ અને વર્કઆઉટની મદદથી તેણે પોતાનું વજન ઓછું કર્યું. 

સોનાક્ષી સિન્હાએ ફિલ્મ દબંગથી ડેબ્યૂ કર્યું હતું. બોલીવુડમાં આવતા પહેલા તેણે લગભગ 30 કિલો વજન ઓછું કરીને પોતાને ફિટ બનાવીને બોલીવુડમાં ઓળખ બનાવી હતી. તેણે ડાયેટિંગ અને જિમથી વજન ઓછું કરીને લોકોને ચોંકાવી દીધા હતા. 

ફેમસ કોમેડિયન ભારતી સિંહે લગભગ 15 કિલો વજન ઓછું કર્યું. ભારતીય સિંહ મોટાપો ઘટાડવા માટે ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગનો સહારો લીધો હતો. 

Disclaimer : પ્રિય વાંચક, અમારો આ લેખ વાચવા બદલ આભાર. આ લેખ ફક્ત તમને જાગૃત કરવા હેતુથી લખાયો છે. અમે તેને લખવા માટે સામાન્ય જાણકારીઓની મદદ લીધી છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link