અંબાલાલ પટેલની આ આગાહી ભારે છે! સ્વાતિ નક્ષત્રમાં મેઘો બોલાવશે ધબધબાટી, આ વિસ્તારમાં થશે અનરાધાર
27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી પવન ભેજનું ગેસ્ટ પશ્ચિમ ભારત ઉપર અસર વર્તાવશે. જેનાથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. તેમણે કહ્યું કે, ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળશે. સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. તો તાપી અને નર્મદાના જળ સ્ત્રાવમાં પણ વધારો થશે.
અંબાલાલ પટેલે સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થવાની આગાહી કરીને જણાવ્યું હતું કે હજુ ગુજરાતમાં સારા વરસાદનાં સંજોગો બની રહ્યા છે. ત્યારે મુંબઈ મહારાષ્ટ્રમાં પણ 400 મીમી વરસાદ થશે. તેમજ આહવા ડાંગ, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 26 જુલાઈ એ ઓરિસ્સાનાં દરિયામાં ડીપ ડિપ્રેશન મજબૂત બન્યું છે. જેનાથી ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશે.
વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. 27 જુલાઈ થી 5 ઓગષ્ટમાં દક્ષિણ અને પશ્ચિ સૌરાષ્ટ્રનાં ભાગોમાં વરસાદ થશે. ઉત્તર મધ્ય ગુજરાતનાં ભાગોમાં અને પંચમહાલ વરસાદની શક્યતા છે. 26 જુલાઈએ ઓરિસ્સામાં ડીપ ડિપ્રેશન બનશે, જે મજબૂત થઈને પશ્ચિમ ઘાટ તરફ જવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશે.
રાજ્યમાં ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં વરસાદ થશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ થશે. તેમજ નર્મદા અને તાપી જળસ્તરમાં વધારો રહેશે. બંગાળનાં ઉપસાગરમાં અને અરબ સાગરમાં પ્રતિ કિમી 100 ની ઝડપે પવન ફૂંકાશે. ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવલ્લી સહિતનાં વિસ્તારમાં વરસાદ રહેશે. અમદાવાદમાં વરસાદની શક્યતા છે.
રાજ્યમાં ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં વરસાદ થશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળનાં ઉપસાગર અને અરબ સાગરમાં પ્રતિકિમી 100 ની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવલ્લી સહિતનાં વિસ્તારમાં વરસાદ રહેશે. તેમજ અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી છે.