અંબાલાલ અને પરેશ ગોસ્વામીનો નવો ધડાકો, વરસાદનો છેલ્લો રાઉન્ડ છે એમ ન સમજતા
રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી એવું કહે છે કે, નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. સ્થાનિક વાતાવરણના કારણે બપોર બાદ રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે. 8 થી 10 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે. 10 થી 14 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. જે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. 28 ઓક્ટોબર સુધીમાં આ સાયકલોન ચક્રવાતમા રૂપાંતર થઈ શકે છે. ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદના રૂપે જોવા મળી શકે છે.
xહજુ 3 દિવસ એટલે કે 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી છે. તેમણે કહ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડશે. હજી પણ પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે. વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું છે કે, વરસાદની સિસ્ટમ ગુજરાતની ખૂબ નજીક પહોંચી છે. તેના અમુક ભાગો ગુજરાત પર પણ આવી ગયા છે. ત્યારે ગુજરાતમાં આજે અને આવતીકાલે સારો વરસાદ વરસે તેવી શક્યતા છે. આ સાથે તેમણે રાજ્યના કયા કયા ભાગોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે તે અંગેની પણ આગાહી કરી છે.
3 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટમાં જણાવ્યું કે, દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આઈએમડીના જણાવ્યા અનુસાર યુપી, બિહાર, રાજસ્થાન, ઝારખંડ સહિત કેટલાક અન્ય રાજ્યોમાં cછે. આવી સ્થિતિમાં વરસાદ નવરાત્રિમાં પણ વિક્ષેપ લાવી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સરક્યુલેશન હજુ પણ યથાવત છે. તેની અસરને કારણે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ સમયગાળા દરમિયાન ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે.
ગુજરાતના વડોદરા શહેરમાં રવિવારે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ દરમિયાન વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. માત્ર બે કલાકમાં 76 મીમી વરસાદ થયો હતો. વિશ્વામિત્રી નદી અને આજવા તળાવમાં પાણીનું સ્તર વધવાની ઘટનાએ વહીવટીતંત્રની ચિંતા વધારી દીધી છે.
ભારતીય હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ, દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતનું પરિભ્રમણ રચાઈ રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે એટલે કે સોમવારે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.