અંબાલાલની ભારે વરસાદની આગાહી! આગામી 48 કલાક આ વિસ્તારોમાં ઘરની બહાર નીકળતા નહીં!
દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ વરસાદની શક્યતા છે. પંચમહાલ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓમાં 4 થી 6 ઇંચ વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે 6 થી 7 ઇંચ અને કેટલાક ભાગોમાં 8 ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઉદ્ભવી શકે છે.
રાજ્યની નદીઓમાં પૂરની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હાલમાં ૧ થી ૩ ઈંચ વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.
રાજ્યમાં ૨૮ ઓગસ્ટ સુધી વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના સુરત, આહવા, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ આવી શકે છે. જામનગર, દેવભૂમી દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ આવી શકે છે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ભારે વરસાદથી ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. ખેડૂતોને વહેણ વોંકળા કાંસ પાણી જવાના માર્ગો પર જળ ભરાશે. ખેડૂતોએ પાણીના નિકાલ કરવા પ્રયત્નો કરવા ઈષ્ટ રહેશે. ટૂંકી મુદ્દતના પાકો અર્ધ ચોમાસું પાકોનું વાવેતર થઈ શકશે. ૧૦ સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગર માં પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ બંધાયો છે. ૨૩ સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે. ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.
ગુજરાતમાં ધીમે-ધીમે વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે. ત્યારે આગામી 24થી 27 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં એક-બે નહીં પરતું 10 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લામાં અને પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.
આ ઉપરાંત રાજકોટ, ચોટીલા, થાન અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે. સુરેન્દ્રનગરમાં હળવદ અને ધ્રાંગધ્રામાં વરસાદ આવી શકે છે. મધ્ય ગુજરાતના વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ, જંબુસરમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. પંચમહાલ, દાહોદ, લીમખેડા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.