ગુજરાતમાં આ રાઉન્ડ બાદ આવશે વરસાદનો ખતરનાક નવો રાઉન્ડ! આ તારીખથી ફરી થશે દે ધનાધન...

Wed, 17 Jul 2024-5:07 pm,

પશ્ચિમ ભાગોમાં એક ટપ રેખા છે. આવહા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના  ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે 26 જુલાઈ સુધી રેહેવાની શક્યતા. જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે.

ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. 20 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ રહેવાની શક્યતા છે. 20 તારીખ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડશે. ત્યારબાદ 18થી 20 તારીખ સુધીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય-પૂર્વ ગુજરાતના ભાગોમા વરસાદની શક્યતા છે. બનાસકાંઠા-કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ હતી. 26 જુલાઈએ સુધી ભારે વરસાદ રહેવાની શક્યતા છે.

આજે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 18 જુલાઈના રોજ રાજ્યના દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગર અને રાજકોટમાં રેડ એલર્ટ તેમજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ આપવામાં આવ્યું છે. અત્રે જણાવવાનું કે શિયર ઝોન, ઓફશૉર ટ્રફ અને, વેસટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય છે જેના પગલે ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ક્યાંક ક્યાંક હળવા વરસાદની પણ આગાહી છે. 

19 જુલાઈના રોજ ગુજરાતના કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની એક બેઠક યોજાઈ જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોને તૈયારી અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા પણ જણાવવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. ત્યારે  બંગાળની ખાડીમાં ભારે વરસાદ લાવી શકતું લો પ્રેસર સર્જાયુ છે અને હજુ બીજું લો પ્રેસર સર્જાવાની આગાહી છે. તો પશ્વિમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે ટ્રોફ, દક્ષિણ ગુજરાતથી કેરલ વચ્ચે ટ્રોફના પગલે ગુજરાતમાં પણ ચોમાસુ પૂરજોશ ખીલી ઉઠયું છે. હવામાન વિભાગની આગાહી અને ચેતવણી અનુસાર, ગુજરાતમાં આખું અઠવાડિયું સાર્વત્રિક વરસાદ રહેશે અને આજે 17મી જુલાઈના રોજ ગુજરાતના 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.  આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહ દરમિયાન પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. 

આગામી તા.16 થી તા.22 જુલાઈ, 2024 સુધી સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, પોરબંદર,દેવભૂમિ દ્વારકા તથા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે. જે સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા તેમણે જણાવ્યું છે. રાજયમાં ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂપે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ની ટીમોનું જિલ્લાકક્ષાએ તહેનાત કરી જિલ્લા વહીવટીતંત્રના આદેશ મુજબ રાહત તથા બચાવની કામગીરી હાથ ધરવામાં આવશે.

આગામી 48 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ સાથે અમદાવાદના મોટાભાગના વિસ્તારો અને તાલુકામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 17 જુલાઈના રોજ ગુજરાતના વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું જોર રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહીને પગલે, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, ભાનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા સહિત જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડશે. 

બીજી તરફ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા જિલ્લામાં છુટાછવાયા સ્થળે ધીમી ધારે વરસાદ પડવાની શક્યતા છે. 18 જુલાઈના દિવસે સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાતના વલસાદ અને નવસારીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ સિવાય રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા સહિત આણંદ, ભરુચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જૂનાગઢ, બોટાદ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link