આ આગાહી વાંચી હચમચી જશો! આજે ગરબા કરવા હોય એટલા કરી લેજો, કાલે નહીં...આવી રહી છે મોટી આફત

Sat, 21 Oct 2023-12:17 pm,

નવરાત્રિના છેલ્લા દિવસોમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગમા હળવો વરસાદ થઇ શકે છે. તારીખ 21મીથી આ વધારે મજબૂત બનશે. તારીખ 22, 23 અને 24માં ભારે ચક્રવાતના સંજોગો ઉભા થશે અને સિવિયર સાયક્લોન બનશે. જેના કારણે અરબી સમુદ્રમાં મોટો ઘેરાવો થશે. આ ઘેરાવાને કારણે 21થી 23માં સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગો અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે.

દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં ઉઠેલા ચક્રવાતી તોફાન તેજ (Cyclone Tej)ની ગુજરાત પર કોઈ અસર પડશે નહીં. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)ના એક અધિકારીએ આ જાણકારી આપી છે. આઈએમડીએ આ પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં નિમ્ન દબાવનું ક્ષેત્ર બન્યું છે અને 21 ઓક્ટોબર સવાર સુધી તેના ચક્રવાતી તોફાનના રૂપ લેવાની આશંકા છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં વાવાઝોડાના નામકરણ માટે અપનાવવામાં આવી રહેલી ફોર્મ્યૂલા અનુસાર તેને તેજ કહેવામાં આવશે. આઈએમડી અનુસાર આશંકા છે કે રવિવારે તે ભયંકર વાવાઝોડાનું રૂપ લઈ શકે છે તથા ઓમાનના દક્ષિણી કિનારા તથા નજીકના યમન તરફ વધી શકે છે.

અરબી સમુદ્રમાં વારંવાર વાવાઝોડા એક્ટિવ થઈ રહ્યા છે. આ સિસ્ટમની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં પણ જોવા મળી રહી છે. હાલ અરબ સાગરમાં દક્ષિણ પૂર્વ-દક્ષિણ મધ્યમમાં એક લો પ્રેશર સક્રિય થયું છે. જેના કારણે 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બનવાની શક્યતા છે. જોકે, આ સિસ્ટમ પર મોનિટરિંગ ચાલી રહ્યું છે. આ મામલે આજથી (21 ઓક્ટોબર)થી એક સિસ્ટમ અરબી સમુદ્રમાં આકાર લેશે.

આઈએમડીએ કહ્યું કે ક્યારેક-ક્યારેક ચક્રવાત પોતાનો રસ્તો પણ બદલી શકે છે. આઈએમડી પ્રમાણે 22 ઓક્ટોબરની સાંજ સુધી તેના ભયંકર તોફાનનું રૂપ લેવા તથા દક્ષિણી ઓમાન તથા યમન કિનારા તરફ વધવાની આશંકા છે. હવામાન વિભાગે વાવાઝોડું તેજ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ વધશે. તેવામાં તેના ગુજરાત, જે પશ્ચિમમાં છે, તેના પર કોઈ અસર પડશે નહીં. આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં હવામાન સૂકુ રહેશે. રાજ્યના રાહત કમિશનર આકોલ કુમાર પાંડેએ કહ્યું કે હાલ ગુજરાત પર વાવાઝોડાનો કોઈ ખતરો નથી. 

અરબી સમુદ્રમાં વાવાઝોડાની પ્રકિયા શરૂ થઇ ગઈ છે. 20 ઓક્ટોબરે સિસ્ટમ મજબુત બનશે. 21થી 24 ઓક્ટોબરના વાવાઝોડું વધુ મજબુત થશે. તેની ગતિ 150 અથવા 170 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ રહેવાની શક્યતા છે. વાવાઝોડું ઓમાન તરફ જઈને ટન લે તેવી શક્યતા છે. હજુ લો પ્રેશર બન્યું છે. પરંતુ વાવાઝોડું બન્યા બાદ ટ્રેક નક્કી થશે. હાલ તો ઓમાન તરફ જશે તેવું અનુમાન છે. પરંતુ વાવાઝોડું બન્યા બાદ વારંવાર ટ્રેક બદલાતો હોય છે. પરંતુ 21થી 24 ઓક્ટોબરના ગુજરાતના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.

ઉલ્લેખનીય છે કે જૂનમાં અરબ સાગરથી ઉઠેલા બિપરજોય તોફાને ગુજરાતમાં કચ્છ તથા સૌરાષ્ટ્રના ઘણા ક્ષેત્રમાં ભયંકર તબાહી મચાવી હતી. પહેલા તે પશ્ચિમ તરફ વધી રહ્યું હતું પરંતુ બાદમાં તેણે દિશા બદલી તથા કચ્છના કિનારે ટકરાયું હતું. આ વર્ષે અરબ સાગરમાં આ બજુ ચક્રવાતી તોફાન હશે. હવામાન વિજ્ઞૈનિકોએ ચેતવણી આપી કે ક્યારેક-ક્યારેક તોફાન પૂર્વાનુમાનિત રસ્તાથી ભટકી શકે છે, જેમ વાવાઝોડા બિપરજોયના મામલામાં જોવામાં આવ્યું હતું. બિપરજોય શરૂઆતમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં વધ્યા બાદ ગુજરાતમાં માંડવી અને પાકિસ્તાનના કચારી તરફ પસાર થયું હતું.

હવામાનનું પૂર્વાનુમાન વ્યક્ત કરનારી ખાનગી એજન્સી સ્કાઈમેટ વેધરે કહ્યું કે મોટા ભાગના મોડલ સંકેત આપે છે કે તોફાન યમન-ઓમાન કિનારા તરફ વધી રહ્યું છે. જો કે, વૈશ્વિક આગાહી પ્રણાલીના મોડલ અરબી સમુદ્રના ઊંડા મધ્ય ભાગોમાં તેની પુનરાવૃત્તિ સૂચવે છે. જેના કારણે આ ચક્રવાત પાકિસ્તાન અને ગુજરાતના દરિયાકાંઠા તરફ પણ આગળ વધી શકે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link