આ તસવીરોથી AMC ને યાદ કરાવવું પડશે કે હજી કોરોના ગયો નથી, તંત્ર ખુદ ભૂલ્યુ નિયમો
ઉસ્માનપુરા અર્બન હેલ્થ સેન્ટર પર આંગણવાડીની મહિલાઓને ભેગી કરાઈ હતી. 300 જેટલા આંગણવાડી બહેનોને બોલાવી સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. એક જ ગાડીમાં ઓછા લોકો બેસાડવાનો નિયમ હોવા છતાં એક ગાડીમાં 10 જેટલી મહિલાઓને બેસાડીને કામગીરી માટે રવાના કરાયા હતા. આ દ્રશ્યો કોઈને પણ ચોંકાવનારા છે.
અગાઉ કામગીરી માટે તંત્ર તરફથી માસ્ક કે સેનેટાઇઝર પણ ન અપાતું હોવાનું બહેનોએ જણાવ્યું હતું. આંગણવાડીની મહિલાઓના કોરોના ટેસ્ટ પણ કરાયા ન હોવાનું મહિલાઓએ જણાવ્યું. સતત સર્વેની કામગીરીનું દબાણ તંત્ર કરી રહ્યું છે, આ રીતે જ કામગીરી કરવી મજબૂરી બની હોવાનું મહિલાઓએ મીડિયાને જણાવ્યું.