લગ્નને 50 દિવસ બાકી....ભાવિ પતિ સાથે વેકેશન માણવા અહીં પહોંચી ગઈ આમિર ખાનની લાડલી
આમિર ખાનની લાડકી દીકરી આયરા ખાન જલદી લગ્નના બંધનમાં બંધાવવાની છે. થોડા સમય પહેલા બંનેએ પરિવારના લોકો વચ્ચે સગાઈ કરી હતી. આ જોડી હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
લગ્નને હજુ 50 દિવસની વાર છે તે પહેલા જ આ કપલ પ્રી વેડિંગ વેકેશન પર છે. આયરા ખાને ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને પોતાના વેકેશનની ઝલક દેખાડી છે. પોર્ટુગલમાં હાલ બંને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે.
એક તસવીર શેર કરતા આયરાએ કેપ્શનમાં લખ્યું કે તુ મારું વાદળી આકાશ છે. તેમના લગ્નનો જશ્ન પરિવારમાં શરૂ થઈ ચૂક્યો ચે. જેની ઝલક આયરાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર દેખાડી હતી.
આ તસવીરોમાં આયરા ખાન મહારાષ્ટ્રીય લૂકમાં જોવા મળે છે. ફૂલોથી બનેલી જ્વેલરી અને મરાઠી સ્ટાઈલમાં બાંધેલી સાડી પહેરીને આયરા સાસરીવાળા સાથે ખુબ ટાઈમ સ્પેન્ડ કરી રહી છે.
આયરા અને નુપુર લોકડાઉનમાં એકબીજાની નજીક આવ્યા હતા. તે સમયે તણાવ સામે ઝઝૂમી રહેલી આયરાને તેણે સપોર્ટ કર્યો હતો. અહીંથી તેમની લવસ્ટોરી શરૂ થઈ હતી. હવે 4 ડિસેમ્બરે બંનેના લગ્ન છે.