2 વર્ષની હોય છે આ જાનવરની ગર્ભાવસ્થા, માત્ર આટલા જ બચ્ચાના બની શકે છે માતા-પિતા!
રાજસ્થાનનો પ્રવાસન વિભાગ દર વર્ષે ઘણા મેળાઓ અને ઉત્સવોનું આયોજન કરે છે. જયપુરમાં દર વર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં હાથી મહોત્સવ ઉજવવામાં આવે છે.
આ સાથે જ વિશ્વભરમાં પ્રખ્યાત એવા જયપુરના આમેર કિલ્લામાં હાથીની સવારી કરવામાં આવે છે. આમેર ફોર્ટમાં હાથીની સવારીનું ભાડું બે વ્યક્તિ માટે રૂ. 1000 છે.
હાથીની ગર્ભાવસ્થા 22 મહિનાની હોય છે, જે જમીની પ્રાણીઓમાં સૌથી લાંબો સમયગાળો છે. જન્મ સમયે હાથીના બચ્ચાનું વજન અંદાજે 104 કિલોગ્રામ હોય છે.
હાથીઓ દર ચાર વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે. હાથીઓ 60-70 વર્ષ જીવી શકે છે, પરંતુ સામાન્ય રીતે તેમના જીવનકાળ દરમિયાન તેઓના માત્ર ચાર કે પાંચ જ બચ્ચાં હોય છે.
જયપુરના આમેર શહેરમાં હાથીઓ દેખાય છે કારણ કે આ ભારતનું પહેલું હાથીનું ગામ છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.