સંગીત સેરેમનીમાં અનંત-રાધિકાનો જોવા મળ્યો સુંદર લુક, તસવીરો થઈ વાયરલ
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્રના લગ્નનો જશ્ન શરૂ થઈ ગયો છે. 5 જુલાઈ 2024ના અનંત-રાધિકાની સંગીત સેરેમની છે, જેનું આયોજન જિયો વર્લ્ડ સેન્ટરમાં થયું છે. આ ફંક્શનમાં પરિવાર અને મિત્રો સાથે સેલિબ્રિટીઝ પહોંચી ગયા છે. હવે અનંત અને રાધિકાનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે.
બંનેએ સંગીત સેરેમની માટે ગોલ્ડન આઉટફિટ પસંદ કર્યું. જ્યાં અનંત અંબાણીએ ગળાબંધ પહેર્યું. જેના બેસમાં બ્લેક અને ગોલ્ડન વર્ક થયું છે. આ આઉટફિટ જોવામાં ખુબ હેવી અને પાર્ટી બેસ્ડ લાગી રહ્યું છે. અનંતનો આ લુક રાધિકાના આઉટફિટને ધ્યાનમાં રાખી ડિઝાઇન કરવામાં આવ્યો છે.
રાધિકા મર્ચંટના લુકની વાત કરીએ તો તે લાઇટ ગોલ્ડન કલરના લહેંગામાં જોવા મળી. આ સાથે તેણે ગળામાં ડાયમંડ જ્વેલરી પહેરી હતી. ફેન્સ રાધિકાના આઉટફિટને ખુબ પસંદ કરી રહ્યાં છે. બંનેએ અલગ-અલગ પોઝ આપ્યા હતા.
3 જુલાઈ- મામેરૂ અને ગરબા નાઇટ 5 જુલાઈ- સંગીત સેરેમની 8 જુલાઈ- ગૃહ પૂજા 10 જુલાઈ- શિવ પૂજા 10 જુલાઈની રાત્રે- યંગસ્ટર્સ પાર્ટી 12 જુલાઈ- શુભ વિવાહ 13 જુલાઈ- મિની રિસેપ્શન (આશીર્વાદ) 14 જુલાઈ- બીજું રિસેપ્શન
અનંત રાધિકાના લગ્નના ફંક્શનમાં અબજો રૂપિયાના ખર્ચનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી પરિવારે અનંતના લગ્ન માટે બે પ્રી-વેડિંગ ફંક્શન રાખ્યા છે. પ્રથમ ફંક્શન જામનગર અને બીજું ઈટલીમાં થયું હતું.