અન્નસેવામાં માને છે અંબાણી પરિવાર; મુકેશ અંબાણી સહિત પરિવારના સભ્યોએ પીરસ્યું ભોજન, રાત્રે ડાયરાની રમઝટ

Thu, 29 Feb 2024-10:43 am,

આજે રિલાયન્સ ટાઉનશીપની નજીક આવેલા જોગવડ ગામે મુકેશ અંબાણી, અનંત અંબાણી અને  રાધિકા મર્ચન્ટ, રાધિકા મર્ચન્ટના માતા-પિતા વિરેન મર્ચન્ટ અને શ્રીમતી શૈલા મર્ચન્ટ તેમજ રાધિકા મર્ચન્ટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ જાતે હાજર રહીને પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામોના લોકોને પિરસી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.  

રાત્રિભોજન બાદ, ઉપસ્થિત સહુકોઈને લોક ડાયરા માટે આમંત્રિત કરાયા હતા, જ્યાં જાણીતા ગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવીએ લોકગીતોની રમઝટ બોલાવીને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા.

અંબાણી પરિવારે સદીઓ જૂની કહેવત, ‘માનવ સેવા એ જ માધવ સેવા’ – ‘માણસની સેવા કરવી એ ઈશ્વરની સેવા કરવા બરાબર છે’ને ચરિતાર્થ કરી હતી. આ સિદ્ધાંતના ભાવને જાળવી રાખતા, તેમણે લોકોની સેવા કરીને તેમજ તેઓને ભોજન કરાવીને પોતાના દરેક શુભપ્રસંગની શરૂઆત કરવાની પરંપરાને નિભાવી છે અને સમાજ પ્રત્યે પોતાની વચનબદ્ધતાને સુદૃઢ બનાવી છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવા જઈ રહ્યા છે. 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં રિલાયન્સના રિફાઈનરી કોમ્પ્લેક્સમાં પ્રિ-વેડિંગ કાર્યક્રમોનું આયોજન થવા જઈ રહ્યું છે.  

અનંત અને રાધિકા 12 જુલાઈએ મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાશે. પરંતુ હાલ દેશ-દુનિયાની નજર આ લગ્ન પર ટકેલી છે. જેનું કારણ છે લગ્ન પહેલા અને લગ્નના કાર્યક્રમોમાં દેશની પ્રખ્યાત હસ્તીઓ ભાગ લેવાની છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link