કરોડપતિથી રોડપતિ બન્યા અનિલ અંબાણી, પત્નીના ઘરેણા વેચીને વકીલની ફી આપી

Sun, 27 Sep 2020-9:30 am,

લંડનની કોર્ટની સુનવણીમાં અનિલ અંબાણીએ ઓનલાઈન વીડિયો ચેટથી ગવાહી આપી હતી. આવામાં વિપક્ષી ચીની બેંકના વકીલે બહુ જ શાતીર દિમાગ વાપર્યું હતું. તેણે એવા સવાલ કર્યા કે અનેક જગ્યાએ અનિલ અંબાણીને જવાબ આપવામાં ફાફા પડી ગયા હતા. 

2012માં અનિલ અંબાણીની અંગત ગેરેન્ટીના આધાર પર રિલાયન્સ કોમે 3 ચીની બેંકો પાસેથી 700 મિલિયન ડોલર રૂપિયા લીધા હતા. ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ, એક્ઝિમ બેંક ઓફ ચાઈના અને ચાઈના ડેવલપમેન્ટ બેંક. ત્યરા બાદ અનિલ અંબાણી 7.17 મિલિયન ડોલર એટલે કે 5281 કરોડ રૂપિયા ચૂકવી શક્યા ન હતા. તેથી કોર્ટે 29 જૂને આદેશ આપ્યો કે અનિલ અંબાણી દુનિયાભરમાં ફેલાયેલા પોતાની સંપત્તિઓનો ખુલાસો કરે.

જજ અને ચીની બેંકોના વકીલે શુક્રવારે અનિલ અંબાણીની સાથે આ વીડિયો ચેટમાં પૂછપરછ માટે અનેક સવાલો પૂછ્યા. 3 કલાક સુધી અનિલ અંબાણી પર એક બાદ એક સવાલો પૂછવામાં આવ્યા. તેમને પૂછવામાં આવ્યું કે, તમે તો લેવિશ લાઈફસ્ટાઈલ જીવો છે. તો અનિલ અંબાણીએ કહ્યું કે, મીડિયા વધારીને લખે છે. તેઓનો પોતાનો ખર્ચો ચલાવવા માટે દીકરા પાસેથી લોન લેવી પડે છે. 

અનિલ અંબાણીની આ પેશી રુલ 71 અંતર્ગત થઈ હતી. જેમાં જજ વ્યાજ ન ચૂકવનારા સામે સીધા કોર્ટમાં જ ફરિયાદ કરે છે. જેમ અનિલ અંબાણીએ કહ્યું કે, પોતાની નેટવર્થ નેગેટિવ છે, તો ચીની બેંકના વકીલે તેમના શાહી રહેણીકરણી વિશે બોલવાનું શરૂ કર્યું હતું. 

ચીની બેંકના વકીલ બંકીમ ઠંકીએ તેમના યોટ વિશે પૂછ્યું, જેના વિશે કહેવાય છે કે તેઓએ પોતાની પત્ની ટીના અંબાણીને આ યોટ જન્મદિવસ પર ભેટ આપી હતી. અનિલ અંબાણીએ આ પર જવાબ આપ્યો કે, તેમના પરિવારે અનેક વર્ષોથી યોટનો ઉપયોગ કર્યો નથી. તેઓએ પોતાની 61 વર્ષની ઉંમરે ભવ્ય લાઈફસ્ટાઈલનું ઠીકરુ મીડિયા પર ફોડ્યું હતું. તેઓએ કહ્યું કે, ન તો તેઓ ડ્રિંક્સ કરે છે, ન તો સ્મોક. મારી લેવિશ લાઈફસ્ટાઈલ મીડિયાના દિમાગની ઉપજ છે. 

અનિલે કોર્ટને એ પણ જણાવ્યું કે, તેઓએ પોતાની માતા કોકિલા અંબાણી પાસેથી 5 અરબ રૂપિયાની લોન લીધી છે. ચીની વકીલે લોનની શરત વિશે વાત કરી તો તેઓ બોલ્યા કે મને તેની માહિતી નથી. કોર્ટને એ પણ માહિતી મળી કે, અનિલના દીકરા અનમોલે પણ વ્યાજ લીધું છે. તે પણ કરોડોમાં. અનિલ અંબાણીને આર્ટવર્ક વિશે પૂછતા તેઓએ કહ્યું કે, તેમની પાસે એક જ આર્ટવર્ક છે. આવામાં ટીના અને અનિલ અંબાણી ફાઉન્ડેશનની દુનિયાભરમાં હરાજી માટે ફેમસ કંપની ક્રિસ્ટીની સાથે આયોજિત કરાયેલી પાર્ટી વિશે પૂછાયું. 

ચીની બેંકોના વકીલને અનિલ અંબાણીની નિયત પર શંકા ઉઠી. તેઓ વારંવાર પૂછતા રહ્યા કે, શું તમે કોર્ટની મદદ કરવા માંગો છો. તો અનિલે કહ્યું કે, તેઓ એક એવી ભાડાની પ્રોપર્ટી પર રહે છે, જેના માલિક મુકેશ અંબાણી છે. વકીલે આ વિશે પણ સવાલ ઉઠાવ્યા કે, જ્યારે અનિલ અંબાણી પાસે રૂપિયા જ નથી, તો તેઓ લંડનમા આટલા મોટા અને મોંઘા ફી લેનારા વકીલોને કેવી રીતે હાયર કરી શકે છે. તેમની કરોડોની ફી કોણ આપશે. અનિલ અંબાણીએ જણાવ્યું કે, તેઓએ લિગલ ફી વેચવા માટે ઘરના તમામ દાગીના વેચી દીધા છે. કુલ 9.9 કરોડ રૂપિયાની જ્વેલરી તેઓને વેચવી પડી છે. 

તેઓએ એમ પણ જણાવ્યું કે, હવે તેમની પાસે આગળ ફી આપવા માટે રૂપિયા નથી. તેમની પાસે માત્ર એક કાર છે. જ્યારે કે મીડિયા કહી રહી છે કે મારી પાસે રોલ્સ રોયસ છે. હાલ અનિલ અંબાણીની આ ગવાહીના ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહ્યાં છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link