Ankita Lokhandeએ ટ્રોલર્સને આપ્યો જવાબ, કહ્યું- મારે સ્પષ્ટતા કરવાની જરૂર નથી
થોડા સયમમાં જ અંકિતાનો આ ફોટો વાયરલ થવા લાગ્યો અને ફેન્સ આ ફોટો પર રિએક્શન પણ આપી રહ્યાં છે.
અંકિતા લોખંડે (Ankita Lokhande)એ ફોટો શેર કરતા એક નોટ પણ લખી છે. જે સોશિયલ મીડિયા પર યૂઝર્સનું ધાન ખેંચી રહી છે.
એક્ટ્રેસે લખ્યું, ગર્લ, તમારા તરફની કહાનીને લોકો નથી જાણતા તો કોઈ વાત નહીં. તમારે કોઈને પ્રૂફ આપવાની જરૂરિયાત નથી. અંકિતાએ આ પોસ્ટની સાથે વ્હાઇટ આઉટફિટમાં પોતાની એક સુંદર તસવીર શેર કરી છે.
તેની પ્રશંસા કરતા ફેન્સે કોમેન્ટનો વરસાદ કર્યો છે. અંકિતા લોખંડેની આ ફોટો એટલી વધારે પસંદ કરવામાં આવી રહી છે કે, તે વાતનો અંદાજ તમે લગાવી શકો છે કે, આ ફોટો પર અડધા કલાકની અંદર 64 હજાર લાઇક્સ મળી ચૂકી છે.
અંકિતા લોખંડે થોડા દિવસ પહેલા ટ્રોલ થઈ હતી. અંકિતાના મંગેતર વિક્કી જૈનની સાથે ગોવા ટ્રીપને યાદ કરતા થ્રોબેક ફોટો શેર કર્યો હતો જેને લઇને ટ્રોલર્સે તેને આડે હાથ લીધી હતી. તે આ ફોટોમાં વિક્કીના ખોળામાં બેસેલી જોવા મળી હતી. સુશાંતના ફેન્સે એક્ટ્રેસ પર ઘણા પ્રકારની કોમેન્ટ કરી હતી.
તમને જાણીએ કે અંકિતા લોખંડે (Ankita Lokhande)એ 'પવિત્ર રિશ્તા' શોથી ટેલિવિઝનમાં ડેબ્યૂ કર્યું હતું. આ શોમાં અંકિતા અને સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળ્યા હતા. આ બંનેની જોડીને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી અને બંને રીલ લાઇફ જોડી વાસ્તવિક જીવનની જોડી બની હતી.
પવિત્ર રિશ્તા ઉપરાંત અંકિતા એકથી નાયકા અને શક્તિ- અસ્તિત્વ કે એહસાસકી જેવા ટીવી શોમાં પણ જોવા મળી છે. ગયા વર્ષે અંકિતા લોખંડે (Ankita Lokhande)એ કંગના રાનાઉતની પિરિયડ-ડ્રામા ફિલ્મ 'મણિકર્ણિકા: ધી ક્વીન ઓફ ઝાંસી' દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણે 'બાગી 3' માં પણ કામ કર્યું હતું. અંકિતા લોખંડે ઝલક દિખલા જા અને કોમેડી સર્કસ જેવા ટીવી રિયાલિટી શોમાં નજર આવી છે.