મચ્છરથી પરેશાન છો? તો અજમાવો આ ઉપાય, મચ્છર રહેશે 100 ફૂટ દૂર
જી હાં, લીમડાનું તેલ મચ્છરોને ભગાડવામાં કારગાર સાબિત થયું છે..અમેરિકાની મોસ્કૂટો કંટ્રોલ એસોસિયેશન જર્નલમાં પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર કોપરેલ ( નારિયેળ) અને લીમડાના તેલને સપ્રમાણ માત્રામાં લઈને શરીર પર લગાડવાની મચ્છર તમારી આસપાસ નહીં ફરકે..એન્ટીફંગલ, એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટિરિયલ ગુણોથી ભરપૂર લીમડાની ગંધથી મચ્છર દૂર ભાગી જશે.
મચ્છરને ભગાડવા મિન્ટ ઓઈલ એટલે કે ફૂદીનાનું તેલ સચોટ ઉપાય છે. મિન્ટ ઓઈલને શરીર પર લગાડી પણ શકાય છે. તથા ઘરમાં ફૂદીનાના તેલનું સ્પ્રે કરવાથી મચ્છર નજીક નથી આવતા.
મચ્છરોનો દૂર કરવા તુલસીનું મહત્વ છે. રૂમની બારી પાસે તુલસીનો એક છોડ રાખવામાં આવે તો મચ્છર ઘરમાં પ્રવેશ કરતાં નથી. આ વાતનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ કરવામાં આવ્યો છે. તુલસીના છોડ મચ્છર ભગાડવામાં કારગાર છે.
મચ્છર ભગાડવા માટે કપૂર અસરકારક સાબિત થયું છે. રૂમના દરવાજા અને બારીને બંધ રાખીને કપૂર સળગાવીને મુકવું. ત્યાર બાદ 15થી 20 મિનિટ સુધી સુધી બંધ રાખવો. આમ કરવાથી રૂમમાં રહેલા મચ્છર દૂર થશે. તેમજ બહારના મચ્છરો રૂમમાં પ્રવેશ નહીં કરે.