આગામી 12 કલાકમાં ગુજરાતના કેટલાંક ભાગોમાં સર્જાશે પૂરની સ્થિતિ! અંબાલાલની આ આગાહીએ ચિંતા વધારી!

Sat, 03 Aug 2024-5:00 pm,

24 કલાકમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા અંબાલાલ પટેલે જણાવી છે. તેમણે જણાવ્યું છે કે પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. જેમાં સુરત, નવસારીમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. રાજસ્થાન-ગુજરાતના બોર્ડર વિસ્તારમાં વરસાદની આગાહી કરાઈ છે. ઉદયપુર સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. શામળાજી, વિજયનગરમાં ભારે વરસાદ પડી શકે છે. રાજસ્થાનના ભાગોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ શકે છે. રાજસ્થાન સંલગ્ન ગુજરાતના ભાગોમાં કાળજી જાળવવા કહેવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણામાં ભારે વરસાદ પડી શકે છે.

વલસાડમાં મોડી રાત્રે મેઘાની તોફાની બેટિંગ જોવા મળી. વાપીમાં રાત્રે 12 વાગ્યા બાદ 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે અંડરપાસ સહિત અનેક રસ્તાઓ પાણી પાણી થયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગુજરાતના 15 જિલ્લામાં આજે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.   

તો આ દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલ ઓફશૉર ટ્રફ અને સાયકલોનિક સર્યુલેશન થતા સક્રિય થતા મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી અપાઈ છે. ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધશે, અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે. 

હજુ 6 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. તો આજે શનિવારે પણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. આજે ક્યાં ક્યાં વરસાદ આવશે તો સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. નર્મદા, ભરૂચ, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ ભારે વરસાદ પડશે. આ સિવાય સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદ પડી શકે છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં વડોદરા અને છોટાઉદેપુરમાં પણ સારો વરસાદ પડી શકે છે.  

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ભૌગોલિક સ્થિતિના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ વચ્ચે દેશના પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદથી શક્યતા છે. 6 ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે. જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે. 8-9-10 ઓગસ્ટએ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. 11-12 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 23 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. 

તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે.    

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં વરસાદી માહોલ છે. 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. તો વાપીમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. વલસાડના કપરાડામાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો. પારડીમાં 5, ધરમપુરમાં 4.5, ઉમરગામમાં 4 ઈંચ, જામનગરના જોડિયા, છોટાઉદેપુરમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો. ઉપરાંત નવસારી, ખેરગામ, જલાલપોરમાં બેથી અઢી ઈંચ ખાબક્યો. આમ, રાજ્યના 35 તાલુકાઓમાં વરસ્યો 1 ઈંચથી વધારે વરસાદ જોવા મળ્યો. 

વલસાડ જિલ્લામાં વાપી તાલુકા ખાતે 5 ઇંચ જેટલો વરસાદ વરસતા વાપી શહેર પાણી પાણી થઈ ગયું છે. વાપી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાય જવાના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વાપી આઝાદ કાંટા વિસ્તાર, ગીતા નગર વિસ્તાર, સ્ટેશન રોડ સહિત વિવિધ રસ્તાઓ પર 5 ઇંચ વરસાદમાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા નોકરી પર જતાં લોકો અટવાયા છે. તથા શાળાએ જતા વિધાર્થીઓએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વાપીનો અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થયો છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link