APPLE જલદી લાવશે મરોડી શકાય તેવો iPhone, સ્ક્રીન જોઇ ચોંકી જશો

Sun, 01 Apr 2018-5:16 pm,

એપ્પલ વાળી શકાય તેવો આઇફોન લાવી રહ્યું છે. કંપની આગામી બે વર્ષમાં આ ફોલ્ડ થનાર iPhone લોંચ કરશે. યૂજર્સ આ ફોલ્ડેબલ આઇફોનને આઇપેડ ટેબલેટની માફક ઉપયોગ કરી શકશે. મીડિયા રિપોર્ટસ એપ્પલ 2020 સુધી ફોલ્ડ થનાર આઇફોન લોંચ કરશે. અત્યારે આ આઇફોન પર કામ થઇ રહ્યું છે. ફોલ્ડ થનાર ફોનને લાવવા માટે એપ્પલ કંપની પોતાના એશિયન પાર્ટનર સાથે મળીને કામ કરી રહી છે. 

સીએનબીસીએ પોતાના રિપોર્ટમાં બેંક ઓફ અમેરિકાના એનાલિસ્ટ મેરિલ લિંચના હવાલેથી જણાવ્યું છે કે આ ફોલ્ડેબલ ફોનને લઇને એપ્પલ ક6પની પોતાના સપ્લાયર સાથે કામ કરી રહી છે. આ આઇફોન ખુલતાં ટેબલેટ જેવો બની જશે. એટલે કે આ ફોલ્ડેબલ ફોનને જ્યારે યૂજર્સ ખોલશે તો તેની સાઇઝ બમણી થઇ જશે. 

આ પહેલાં રિપોર્ટ આવ્યો હતો કે એપ્પલ ભવિષ્યમાં ફોલ્ડેબલ આઇફોન માટે એલજી સાથે કામ કરી રહી છે. કંપનીએ ફોલ્ડેબલ ડિવાઇસ માટે પેટેંટ ફોર્મ પણ ભર્યું છે. આ રિપોર્ટ નવેમ્બર 2017માં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે આ ફોલ્ડેબલ આઇફોન પુસ્તકની માફક ખુલશે અને બંધ થઇ જશે. 

પેટેંટ માટે એપ્પલે જે ડિઝાઇન આપી છે તે એવું દર્શાવે છે કે જેમ કે બે આઇફોન્સને એકસાથે ભેગા કરી દીધા હોય. ફોલ્ડેબલ આઇફોનમાં ડિસ્પ્લેની સિંગલ શીટ હશે. આ પેટેંટમાં ડિસ્પ્લે, એલસીડી, માઇક્રોએલઇડી વગેરે બધા ફીચર્સ માટે અરજી કરવામાં આવી છે. 

આ પહેલીવાર નથી કે જ્યારે એપ્પલના ફોલ્ડેબલ સ્માર્ટફોનની ચર્ચા થઇ હોય. આ પહેલાં સમાચાર આવ્યા હતા કે એપ્પલ-એલજી સાથે મળીને ફોલ્ડેબલ ડિસ્પ્લેવાળો સ્માર્ટફોન તૈયાર કરી શકે છે. એપ્પલએ એલજી ડિસ્પ્લેની લોંચ થનાર પ્રોડક્શન યૂનિટમાં રોકાણ પણ કર્યું છે જે 2020 સુધી તૈયાર થઇ જશે. 

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપ્પલ સેમસંગ ડિસ્પ્લેના ઉપયોગથી ફોલ્ડેબલ ડિસ્પ્લે નહી બનાવે કારણ કે કંપનીની ટેક્નિક લીક થવાની આશંકા છે. તમને જણાવી દઇએ કે લાંબા સમયથી એ પણ કહેવામાં આવી રહ્યું છે કે સેમસંગ પણ ફ્લેક્સિબલ ફોન પર કામ કરી રહી છે અને તેનું નામ 'ગેલેક્સી એક્સ' હશે. સેમસંગ આ ડિવાઇસને આગામી વર્ષે એક ઇલેક્ટ્રોનિક શોમાં લોંચ કરી શકે છે.  

એપ્પ્લ અને સેમસંગ જ નહી, એલજે પણ ફ્લેક્સિબલ ડિસ્પ્લે પર કામ કરી રહી છે. સાઉથ કોરિયન કંપનીએ 2015માં ફોલ્ડેબલ ડિસ્પ્લેના પેટેંટ માટે અરજી કરી દીધી હતી. એવાપણ સમાચાર છે કે માઇક્રોસોફ્ટ પણ ગુપચૂપ રીતે ટૂ ઇન વન ડિવાઇસ તૈયાર કરી રહી છે. આ ડિવાઇસ ફોન અને ટેબલેટ, બંનેની માફક કામ કરશે. આ ઉપરાંત ચાઇનીઝ કંપની પણ ફોલ્ડેબલ ફોન લોંચ કરવાની તૈયારીમાં છે કે રોટેટિંગ સેલ્ફી કેમેરાથી સજજ હશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link