લાલ કે લીલું.... ડાયાબિટીસના દર્દીઓ માટે કયું સફરજન સૌથી સારૂ? જાણો એક્સપર્ટનો મત
ડાયાબિટીસ દર્દીઓએ પોતાની ડાઇટમાં વધુમાં વધુ ફળ સામેલ કરવા જોઈએ, જેમાં ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે.
ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ઓછું હોય તે ફળ ખાવાથી બ્લડ સુગરનું લેવલ ઓછું હોય છે. ડોક્ટર ડાયાબિટીસના દર્દીઓને દરરોજ સફરજન ખાવાની સલાહ આપે છે.
લીલા સફરજનમાં વધુ માત્રામાં ફાઇબર હોય છે. તેથી તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. સાથે ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ પણ ઓછુ હોય છે.
લીલા સફરજનમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન-સી ભરપૂર હોય છે. તેમાં ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ઓછી માત્રામાં હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક છે.
લીલા સફરજનમાં લાલની તુલનામાં વધુ ન્યૂટ્રિએન્ટ્સ હોય છે. આ કારણ છે કે સફરજન ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ સારૂ માનવામાં આવે છે.