Asaram Bapu Story: ભક્તો માટે ભગવાન... પરંતુ કાયદાની નજરમાં શેતાન, જાણો કેવી રીતે આસારામ સંતમાંથી ગુનેગાર બન્યા

Tue, 07 Jan 2025-4:21 pm,

આસારામ એક જાણીતા સંત છે, જે થોડા વર્ષોમાં ધર્મનું જ્ઞાન આપતા-આપતા કરોડોના માલિક બની ગયા હતા. આસારામના સત્સંગમાં રાજનેતાઓથી લઈને વિવિધ સેલિબ્રિટીઓ હાજરી આપતા હતા. થોડા સમયમાં તેમણે શેમ્પુ, સાબુ, અગરબતિઓ તથા અન્ય સામાન વેચીને દેશભરમાં 400થી વધુ આશ્રમ બનાવી દીધા હતા.

અબજો રૂપિયાના માલિક બનેલા આસારામ ભક્તો માટે દેવદૂત બની ગયા. લોકો તેમને ભગવાનની જેમ પૂજવા લાગ્યા હતા. આ વચ્ચે તેમનું ધાર્મિક સામ્રાજ્ય આસમાને પહોંચી ગયું હતું. પરંતુ એક ઝટકામાં બધુ ધરાશાયી થઈ ગયું અને શરૂ થયો આસારામનો અર્થથી ફર્શ પર પહોંચવાનો સમય..

આસારામ બાપુના ધાર્મિક સામ્રાજ્યનો અંત ત્યારે શરૂ થયો જ્યારે અમદાવાદમાં તેમના આશ્રમના બે વિદ્યાર્થીઓના મૃતદેહ સાબરમતી નદીમાંથી મળી આવ્યા. આ પછી, ઓગસ્ટ 2013 માં જ યુપીની એક સગીર છોકરીએ તેના પરિવાર સાથે પોલીસને કહ્યું કે બાપુએ જોધપુર આશ્રમમાં તેનું યૌન શોષણ કર્યું હતું. સગીર બાળકીનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં બળાત્કારની પુષ્ટિ થઈ હતી. બાપુ વિરૂદ્ધ કેસ નોંધાયા બાદ જ્યારે આસારામના મેડિકલ ટેસ્ટ રિપોર્ટમાં આસારામ સેક્સ કરવા સક્ષમ હોવાનું બહાર આવ્યું ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું.

બળાત્કાર કેસમાં 7 એપ્રિલ 2018ના એસસી એસટી કોર્ટમાં આ કેસની ફાઈનલ સુનાવણી થઈ હતી. 25 એપ્રિલ 2018ના કોર્ટે આસારામને સગીરા સાથે બળાત્કાર કેસમાં દોષી ઠેરવ્યા હતા. કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આ દરમિયાન 10થી વધુ હુમલા થયા, જેમાં ત્રણ લોકોના જીવ ગયા હતા. એકની તો જોધપુરની કોર્ટમાં હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીનગર કોર્ટે એક અન્ય કેસમાં આસારામને દોષી ઠેરવ્યા હતા. 

સુપ્રીમ કોર્ટે 2014ના બળાત્કાર કેસમાં મેડિકલ આધાર પર આસારામ બાપુને આજે એટલે કે 7 જાન્યુઆરી 2025ના વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે આસારામ કોઈ પ્રકારના પૂરાવા સાથે છેડછાડનો પ્રયાસ કરશે નહીં. તો વચગાળાના જામીન દરમિયાન પોતાના અનુયાયીઓને મળવાની મંજૂરી નથી.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link