રાશિફળ 1 મે : કોનો દિવસ ચમકશે અને કોણે સાચવવું? જાણવા કરો ક્લિક

Tue, 01 May 2018-7:49 am,

મેષ-નવા લોકો સાથે મુલાકાતનો યોગ છે. જે તમને મદદ કરશે. પ્રેમસંબંધ અને લગ્નસંબંધમાં સુધારો થશે.

વૃષભ-નોકરિયાત લોકોની સ્થિતિ સુધરે એવો યોગ છે. તમને મોટો ફાયદો પણ મળી શકે. આગળ વધવાની તક કે પછી નવી નોકરીની ઓફર મળે એવા પુરેપુરા ચાન્સ છે

મિથુન-કોઈ નવી જ્ગ્યાએ જવાના યોગ છે. તમે જેટલી મહેનત કરશો એટલી સફળતા મળશે. આ રાશિ્ના બેરોજગાર લોકોને નોકરી મળે એવી સંભાવના છે. 

કર્ક-આજનો દિવસ તમારા માટે સારો સાબિત થઈ શકે છે. તમારા ઉત્સાહમાં વધારો થઈ શકે છે. જીવનસાથી સાથે મળીને રોકાણનો કોઈ પ્લાન પણ બનાવી શકો છો. 

સિંહ-આજે મોટું કામ આટોપી શકશો. પૈસા તેમજ ઉત્સાહ વધશે. નવી નોકરી કે બિઝનેસનું પ્લાનિગ થઈ શકે છે. 

કન્યા-જે કામ કે જવાબદારી મળે એને ખુશીથી સ્વીકારી લેવાથી ફાયદો મળશે. તમારું કામ બીજાને પ્રેરણા આપી શકે છે. ઓફિસ કે ઘરમાં નવા બદલાવનો યોગ છે. 

તુલા-આજે ખુશ રહેવાનો પ્રયાસ કરો. જે લોકો તમારી સાથે છેતરપિંડી કરવા ઇચ્છે છે તેમને તમે ઓળખી શકશો. કોઈ ખાસ વ્યક્તિનો મત જીવનને બદલી નાખતો નિર્ણય લેવામાં મદદ કરશે. 

વૃશ્ચિક-સારા લોકો સાથે મુલાકાત થશે જેનો તમને સીધો ફાયદો મળશે. ઘર અને પરિવારની જવાબદારી પર ધ્યાન આપો. બિઝનેસ સારો ચાલશે. 

ધન-કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળશે. ઇન્ટરવ્યૂ કે નવા સંબંધની વાત આગળ વધી શકે છે. 

મકર-નાની-મોટી યાત્રા કે મહત્વની વાતચીત થઈ શકે છે. આજે તમારું કામ બધાનું ધ્યાન ખેંચશે. કામમાં વધારે મહેનત કરવી પડશે પણ હકારાત્મક લાગણી અનુભવી શકશો.

કુંભ-આસપાસના લોકોનું ધ્યાન રાખો, એ લોકો જ કામમાં આવશે. પરિવાર સાથે માંગલિક કાર્ય થઈ શકે છે. મોટા ભાઈઓ કે પરિવારની મદદ મળી શકે છે. 

મીન- પોતાના પર ભરોસો રાખીને આગળ વધો. બિઝનેસ અને નોકરીમાં ખાસ કામ આટોપી શકશો. પૈસાની સ્થિતિ વિશે ગંભીરતાથી વિચારવું પડશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link