Photos: PM મોદી થયા ભાવુક, રામલલા સામે કર્યા સાષ્ટાંગ દંડવત પ્રણામ
સાડા અગિયાર વાગ્યા સુધી સમગ્ર દેશ ટીવીના પડદાને એકીટસે જોયા કરતો હતો. અયોધ્યા જવાની તક મળે તેઓ અભિભૂત થઈ ગયા. તમામ રામલલાની પ્રાણ પ્રતિષઠા સમારોહના સાક્ષી બન્યા. જેવા પીએમ મોદી પૂજા માટે આતા જોવા મળ્યા કે ઘર, ગલીઓ અને ઓફિસોમાં જયકાર ગૂંજવા લાગ્યા. ત્યારબાદ પીએમ મોદીએ મંદિરમાં પૂજા શરૂ કરી.
આ પળ જોવા માટે દરેક હિન્દુ ઉત્સુક હતો. આજની પેઢી એ ભણાવતા અને સાંભળતા જ મોટી થઈ કે રામ મંદિરને 500 વર્ષ પહેલા આક્રમણકારીઓએ તોડ્યું હતું. આજે જ્યારે પીએમ મોદી ભગવાન રામની પૂજા કરી રહ્યા હતા અને ધૂન વાગતી હતી શ્રી રામ ચંદ્ર કૃપાળુ ભજ મન... આ સાંભળીને હિન્દુ સમુદાય ભાવુક બન્યો હતો. બધા હાથ જોડીને ટીવી પર મર્યાદા પુરુષોત્તમના દર્શન કરી રહ્યા હતા.
લગભગ એક કલાક સુધી રામલલાનું પૂજન અને આરતી થઈ. પીએમ મોદીએ ગર્ભગૃહમાં પૂરા વિધિ વિધાનથી તમામ પ્રક્રિયાઓ સંપૂર્ણ કરી. જેવી રામલલાની મૂર્તિની પહેલી તસવીર સામે આવી કે લોકોના મોઢામાંથી અચાનક નીકળી પડ્યું- જય શ્રી રામ.
પૂજા બાદ ભગવાન રામનું ભવ્ય સ્વરૂપ સમગ્ર દુનિયાને જોવા મળ્યું. આ અદભૂત અને અલૌકિક પળને જન જને હાથ જોડીને પ્રણામ કર્યા.
મંદિર પરિસરમાં જયશ્રી રામ ગૂંજી ઉઠ્યું. લોકો ઘંટડી વગાડવા લાગ્યા. તાળીઓ પડતી રહી. ત્યારબાદ રામનું વિહંગમ સ્વરૂપ જોવા મળ્યું. રામલલાના દર્શન કરી રહેલા લોકો પોતાને ભાગ્યશાળી સમજી રહ્યા છે.
પૂજન બાદ પીએમ નરેન્દ્ર મોદી ભગવાન રામ આગળ સાષ્ટાંગ સૂઈ ગયા અને પ્રભુના આશીર્વાદ લીધા.
ત્યારબાદ પીએમ મોદીએ નૃત્ય ગોપાલ દાસના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા.