Baba Vanga Predication 2025: આ દેશમાં શરૂ થશે મુસ્લિમ શાસન, 2025માં દુનિયાનો અંત, ડરાવી રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણી

Wed, 27 Nov 2024-5:05 pm,

વર્ષ 2025 જલ્દી શરૂ થવાનું છે. વર્ષ 2025ને લઈને લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે કે નવું વર્ષ શું-શું ફેરફાર લઈને આવશે. આ વચ્ચે બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ખુબ ચર્ચામાં છે. આમ તો બાબા વેંગાની ભવિષ્યવાણીઓ હંમેશાથી ચર્ચામાં રહી છે, પરંતુ હવે 2025 અને 2043 વિશે તેમની ડરામણી ભવિષ્યવાણીઓ વાયરલ થઈ રહી છે. બાબા વેંગા અનુસાર વર્ષ 2025માં દુનિયાનો વિનાશ, જનસંખ્યા હાનિ અને ઘણી ઘટનાઓ બનવાની છે. આવો તેમની ભવિષ્યવાણી વિશે જાણીએ..

બાબા વેંગા અનુસાર વર્ષ 2025થી દુનિયાના અંતની શરૂઆત થઈ શકે છે. તેમના અનુસાર 2025માં યુરોપમાં એક મોટું અને વિનાશકારી યુદ્ધ થઈ શકે છે. આ યુદ્ધ યુરોપમાં તબાહી મચાવી શકે છે અને ઘણા લોકોના જીવ જઈ શકે છે. આ સાથે યુરોપની અર્થવ્યવસ્થા અને સમાજ પર ભારે પડી શકે છે. બાબા વેંગાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે કહ્યું કે તેમની તાકાત વધશે અને રશિયાનો મહિમા બનેલો રહેશે.  

બાબા વેંગાએ વધુ એક ભવિષ્યવાણી કરી હતી કે 2043માં યુરોપમાં મુસ્લિમ શાસક હોઈ શકે છે. તેમનું કહેવું છે કે આ સમયે દુનિયામાં મોટા ભૂ-રાજનીતિક ફેરફાર થશે. આ સિવાય 2076 સુધી દુનિયામાં કમ્યુનિસ્ટ શાસનની વાપસી થવાની ભવિષ્યવાણી કરી હતી.  

બાબા વેંગાની અનેક ભવિષ્યવાણી પહેલા સાચી પડી ચૂકી છે. તેણમે સોવિયત સંઘના વિઘટન, સ્ટાલિનનું મોત, બીજું વિશ્વ યુદ્ધ અને 2004ની સુનામી જેવી ઘટનાઓની પહેલાં જ ભવિષ્યવાણી કરી હતી, જે સાચી પડી હતી.

બાબા વેંગાનું અસલી નામ નામવાંગેલિયા પાંડેવા ગુશ્ટેરોવા હતું. તે બાળપણમાં એક દુર્ઘટનામાં આંધળા થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ તેમની અંદર એક ખાસ શક્તિ આવી, જેનાથી તે ભવિષ્ય વિશે વાત કરતા હતા. તેમણે પોતાનું જીવન બુલગારિયામાં પસાર કર્યું અને પોતાના મૃત્યુની તારીખ પણ ખુદે જણાવી હતી. 11 ઓગસ્ટ 1996માં તેમનું નિધન થયું હતું.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link