સાવ બદલાઈ ગઈ બજરંગી ભાઈજાનની મુન્ની, ભાઈબીજની તસવીરો થઈ વાયરલ

Thu, 19 Nov 2020-10:07 am,

સલમાન ખાનની સાથે સહઅભિનય કરનાર હર્ષાલી મલ્હોત્રા હવે બહુ જ મોટી થઈ ગઈ છે. વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો તસવીર. સલમાન ખાને દિવાળીના સમારોહ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેના હર્ષાલીના ફેન્સ શોક્ડ થઈ ગયા. વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો. બજરંગી ભાઈજાનમાં બાળકીનો રોલ કરનાર મુન્ની કેટલી મોટી થઈ ગઈ. 

હર્ષાલી પોતાની લેટેસ્ટ તસવીરોમાં બહુ જ મોટી દેખાઈ રહી છે. જે દિવાળી અને ભાઈબીજના દિવસે ક્લિક કરાઈ છે. દિવાળીની તસવીરોમાં 12 વર્ષની હર્ષાલી લાલ ચુડીદાર કુર્તો પહેરેલી અને ગોલ્ડન દુપટ્ટામાં સજ્જા દેખાઈ રહી છે. સાથે જ તેણે સોનાની જ્વેલરી પણ પહેરી છે. 

જૂન 2008માં જન્મેલી હર્શાલીએ કબીર ખાન નિર્દેશિત ફિલ્મ બજરંગી ભાઈજાનમાં સલમાન ખાનની સાથે બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. બ્લોક બ્લસ્ટર બનેલી આ ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી અને કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. હર્ષાલીએ કેટલીક જાહેરાતોમાં પણ કામ કર્યું છે. તેમજ કુબૂલ હૈ અને લૌટ આઓ તૃષા જેવી ટિલિવિઝન સીરિયલમાં પણ કામ કર્યું છે. 

હર્ષાલીએ એ તસવીરો પણ શેર કરી છે, જેમાં તે ભાઈ હાર્દિક સાથે ભાઈબીજ મનાવી રહી છે. હર્ષાલીએ આ તસવીરને ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું કે, એક બહુ જ ખુશ ભાઈદૂજ, જે મને બહુ પસંદ છે. મને સૌથી વધુ પ્રેમ કરે છે. હૈપ્પી ભાઈદૂજ. હાર્દિક’

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link