સાપના લિસોટા જેવો દેખાતો આ પુલ ગુજરાતની શાન બન્યો, જે સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર છે
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની મધ્યમાં પસાર થતો નેશનલ હાઈવે નંબર 27 ગુજરાતના પોરબંદર અને આસામના સિલિચરને જોડતો ઈસ્ટ-વેસ્ટ કોરીડોર છે.
ડીસા શહેરની ટ્રાફિકની સમસ્યા નિવારા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા 4 લેન કોરીડોર પુલ બનાવવામાં આવ્યો છે. જેને 2 વર્ષની બાંધકામ મુદત સાથે મહેસાણાને સોંપવામાં આવ્યો છે.
આ પુલ બનાવવા માટે અંદાજિત ખર્ચ 2.22 કરોડનો આવ્યો છે.
એલિવેટેડ કોરિડોર એલે નીચેના રસ્તાને જે તે સ્થિતિમાં ઊંચો કરી કરવો, જે આ પુલની ખાસિયત છે.
ડીસા એલિવેટેડ કોરિડોરમાં ટ્રાફિક માટે 4 લેન પર તેમજ 4 લેન નીચે તથા 2 લેનવાળા બંને તરફના સર્વિસ રોડનો સમાવેશ કરાયો છે. આમ, કુલ 12 લેન સાથેના રસ્તા ટ્રાફિકના સરળ વહન માટે ઉપલબ્ધ છે.
હાલ ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ કોરિડોર તરીકે આ બ્રિજને સ્થાન મળ્યું છે. બ્રિજ ઉપર તથા સર્વિસ રોડ પર LED લાઇટિંગને કારણે રાત્રે તેની શોભા અનેકગણી વધી જાય છે.
આ પુલની લંબાઈ 3.750 કિલોમીટર છે. તેમજ તેને બનાવવા માટે 107 પિલરનો ઉપયોગ કરાયો છે.
બે વર્ષના બાંધકામ બાદ આખરે આ પુલને ડીસાના લોકો માટે તૈયાર કરાયો છે. પુલ પર કંડલા પોર્ટના કોમર્શિયલ તેમજ ઓવરસાઈઝ સાધનો સાથે અન્ય નાનામોટા વાહનો દ્વારા સફળ ટ્રાયલ રન કરવામાં આવી હતી.