Photos: બોલીવુડનો આ અભિનેતા કહેવાય છે બાંગ્લાદેશનો `અમિતાભ બચ્ચન`! નકલી નામથી કરી છે 100 ફિલ્મો
સમગ્ર દુનિયામાં હાલ બાંગ્લાદેશ ચર્ચાનો મુદ્દો છે. શેખ હસીના સરકારનો તખ્તાપલટ થયો છે. દુનિયાભરના દેશો બાંગ્લાદેશ પર નજર જમાવીને બેઠા છે. ત્યાંની જનતા રસ્તાઓ પર અને પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો. આ બધા વચ્ચે એક એવા બોલીવુડ અભિનેતા વિશે જણાવીશું જેમને બાંગ્લાદેશની જનતાએ ખુબ પ્રેમ આપ્યો અને ત્યાં સુપરસ્ટાર બની ગયા. ત્યાંના અમિતાભ બચ્ચન પણ કહેવાયા. ચાલો જાણો તેમના વિશે.
ચંકી પાંડેનું અસલ નામ સુયશ પાંડે છે. 26 સપ્ટેમ્બર 1962ના રોજ જન્મેલા અભિનેતાએ સ્ટેજ નામ ચંકી પાંડે રાખી લીધુ. 100થી વધુ ફિલ્મો કરનારા ચંકી પાંડેએ એ સમયે ખુબ ખરાબ સમય પણ જોયો. જ્યારે વર્ષ 198701994માં બેક ટુ બેક તેમની ફિલ્મો પીટાઈ રહી હતી. હાલત એવી થઈ ગઈ કે બોલીવુડમાં તેમની કરિયર દાવ પર લાગી ગઈ.
ચંકી પાંડેના પરિવાર વિશે વાત કરીએ તો તેમના પિતા શરદ પાંડેને બોલીવુડ કે ફિલ્મો સાથે કોઈ લેવાદેવા નહતા. તેઓ હાર્ટ સર્જન હતા. એવા ડોક્ટર જેમણે પોતાના ફિલ્ડમાં ખુબ નામના મેળવી. તેઓ ભારતમાં પહેલા એવા સર્જન હતા જેમણે પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું. ચંકી પાંડેના માતા સ્નેહલતા પાંડે હતા અને તેઓ પણ ડોક્ટર, ફિઝિશિયન અને ડાયેટિશિયન હતા. ચંકી પાંડેના એક ભાઈ પણ છે જેમનું નામ ચિક્કી પાંડે છે. ચંકી પાંડેના પત્ની ભાવના પાંડે કોસ્ચ્યુમ ડિઝાઈનર છે. બે પુત્રીઓ અનન્યા પાંડે અને રીસા પાંડે છે.
ચંકી પાંડેએ નવી રાહ અપનાવી. આગ હી આગ જેવી મલ્ટીસ્ટાર ફિલ્મથી ડેબ્યુ કર્યું. આગળ જઈને અનિલ અને માધુરીની તેજાબમાં સપોર્ટિંગ રોલ કર્યો જ્યારે આંખે જેવી સુપરહિટ ફિલ્મ આપી. જોત જોતામાં તો એવો સમય આવી ગયો કે તેમની પાસે કોઈ કામ ન રહ્યું. આવામાં તેમણે એવું કર્યું જે તે સમયે કોઈએ વિચાર્યું પણ નહતું. વર્ષ 1995માં તેમણે બોલીવુડની જગ્યાએ બાંગ્લાદેશી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું. ત્યારે ત્યાં તેઓ સુપરસ્ટાર બની ગયા. આ સિલસિલો 2003 સુધી ચાલતો રહ્યો.
આઉટલુકને આપેલા એક ઈન્ટરવ્યુમાં ચંકી પાંડેએ પોતાના બાંગ્લાદેશ જવા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 33 વર્ષની કરિયરમાં તેમણે સારો અને ખરાબ બંને સમય જોયો. આંખે જેવી સુપરહિટ ફિલ્મ આપવા છતાં એક સમય એવો આવ્યો કે તેઓ કામ મુદ્દે પરેશાન હતા. ત્યારે તેમણે બાંગ્લાદેશ જવાનું નક્કી કર્યું. તેઓ આભારી છે કે ત્યાંની જનતાએ તેમને એટલો પ્રેમ આપ્યો કે બધુ ઠીક કરી દીધુ.
ચંકી પાંડે ફિલ્મી કરિયરના ફેલ અને પાસ થવા પર કહે છે કે તે તેમની પુત્રી અને અભિનેત્રી અનન્યા પાંડેને પણ એ જ સમજાવે છે કે કરિયરમાં કઈક સારું કરવું હોય તો પહેલા દર્શકોનો પ્રેમ મેળવો અને તેમનું સન્માન કરો. નિષ્ફળતાને સંભાળવી સરળ છે પરંતુ સફળતાને નહીં.
ચંકી પાંડે સ્વામી કેનો આસામી, બેશ કોરેચી પ્રેમ કોરેચી, જેવી કુલ 6 બાંગ્લાદેશી ફિલ્મો કરી ચૂક્યા છે. તેમને ત્યાંની લોકલ ભાષા તો નહતી આવડતી પરંતુ આમ છતાં એટલી મહેનત કરી કે સફળતા લઈને જ પાછા ફર્યા.
ત્યારબાદ 1997થી 2002 સુધીમાં ચંકી પાંડેને બોલીવુડમાં ઘણી લો બજેટ ફિલ્મો ઓફર થઈ રહી હતી. પરંતુ હારીને ઘરે બેસવા કરતા તેમણે આ બધા પડકારોને ફેસ કર્યા. છેલ્લે 2003માં તેમની બોલીવુડમાં શાનદાર વાપસી થઈ. તેમને ડોન, મુંબઈ સે આ ગયા મેરા દોસ્ત, અપના સપના મની મની, હાઉસફૂલ જેવી ફિલ્મો મળી.