ગુજરાતના એકસાથે 18 જિલ્લાઓમાં ડેન્જર આગાહી, ભયાનક ડીપ ડિપ્રેશન માથા પરથી થશે પસાર

Tue, 03 Sep 2024-9:03 am,

બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે આ ડિપ્રેશન ગુજરાતમાં 3 તારીખના રોજ સવારે ગુજરાતમાં પ્રવેશશે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં પ્રવેશનાર આ ડિપ્રેશન 9 વાગ્યા સુધી સુરત પહોંચી જશે અને સુરતમાં ભયંકર વરસાદ થવાની આગાહી છે. સુરતથી આ ડિપ્રેશન આગળ વડોદરા પર જશે, જ્યાં વડોદરામાં 24 કલાક માથા પર મંડરાયેલું રહેશે. 4 સપ્ટેમ્બરના રોજ સવારે તે આગળ અમદાવાદ તરફ પ્રયાણ કરશે. ત્યાં સુધી તો બધુ રમણભમણ થઈ જશે.  

ગુજરાત તરફ ભયાનક મોટું ડીપ્રેશન આવી રહ્યું છે. ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન ગુજરાતથી પસાર થશે. આ ડિપ્રેશન ગુજરાતના ક્યાંથી એન્ટ્રી કરશે, અને કયા કયા શહેરોમાંથી પસાર થશે તેના અપડેટ આવી ગયા છે. પરંતુ તેની હાલની સ્થિ જોતા આ ડિપ્રેશન વડોદરામાં ભારે તબાહી સર્જશે. વડોદરાવાસઓ ફરીથી રાડ પાડી જશે તેવો વરસાદ પડશે. વડોદરા માટે આવતીકાલનો દિવસ ભારે છે. આવતીકાલે બપોરે 2 વાગ્યાથી પરમ દિવસે સવાર 6 વાગ્યા સુધી આ સિસ્ટમ વડોદરાના માથા પર મંડરાયેલી રહેશે, જેના કારણે શહેર પર ફરી મોટો ખતરો છે.  

આજે ભરૂચ અને  સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ અપાયું છે. તો ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપાવામાં આવ્યું છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદયપુરમાં છુટા છવાયા વરસાદની સાથે યલો એલર્ટ અપાયું છે.  

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વરસાદને લઇને આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન પડશે વરસાદ 65% વિસ્તારને આવરી લેશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં પણ પાટણ, મહેસાણા, બનાસકાંઠા પર વરસાદની આગાહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમા પણ સામન્ય કરતા વધારે વરસાદની આગાહી છે. વરસાદના આ રાઉન્ડમા અતિભારે વરસાદ નહિ.   

અંબાલાલે પટેલે વાવાઝોડાના અપડેટ આપતા જણાવ્યું કે, આશના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલાં ગુજરાતમાં સપ્ટેબરમાં 3થી 10 વચ્ચે વરસાદની સંભાવના છે. સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે. તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link