ગુજરાતના વાતાવરણના બદલાયા તેવર! અહીં ત્રાટકવાનું છે વાવાઝોડું, થશે મોટી અસર
બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત ફેંગલ 27 નવેમ્બર બુધવારે તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ સમયગાળા દરમિયાન, કુડ્ડલોર અને માયલાદુથુરાઈમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેન્નાઈ સહિત ઘણા જિલ્લાઓમાં યલો અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતને કારણે ભારે પવન અને ભારે વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં નુકસાન થવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના પ્રબળ જણાય છે. અત્યાર સુધીની માહિતી મુજબ, આ ડીપ ડિપ્રેશન ચેન્નાઈથી લગભગ 720 કિમી દક્ષિણ-પૂર્વમાં અને નાગાપટ્ટનમથી 520 કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. હવામાન વિભાગે કહ્યું કે આ ચક્રવાતી તોફાન ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે અને આગામી બે દિવસમાં તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે.
અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.