એપ્રિલના અંત અને મે મહિનામાં કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? અંબાલાલની આ આગાહીથી ફફડાટ!
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. જોકે, 10 થી 12 મેંમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. આકરી ગરમી વચ્ચે ચોમાસું સારુ જવાની આગાહી આવી છે. જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ સારુ રહેશે. દેશમાં 104 થી 110 ટકા વરસાદ નોંધાશે.
દેશમાં સરેરાશ 89 CM વરસાદ પડી શકે છે. ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ 666.8 mm વરસાદ નોંધાવાની શક્યતા છે. દેશમાં ચોમાસું 1 જુન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે. તો ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે. અલનીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે.
હવામાન વિભાગની આગાહી રાહતના સમાચાર લઈને આવી છે. રાજ્યમાં લોકોને હાલ કાળઝાળ ગરમીથી રાહત મળી છે. હજી પણ ગરમીનો પ્રકોપ ઘટશે તેવી આગાહી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાશે. હાલ પવનની દિશા ઉત્તરથી પશ્ચિમ દિશા તરફ રહી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે માહિતી આપી કે, આગામી ત્રણ દિવસ તાપમાનમાં ક્રમશ ઘટાડો થશે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જેમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 37.7 જયારે ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાશે. જોકે, ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાશે. પવનની દિશા ઉત્તરથી પશ્ચિમ દિશા તરફ રહી છે. રાજ્યમાં ગત રોજ સૌથી વધુ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું. પરંતું આ વચ્ચે હાલ રાજ્યમાં હિટવેવની શક્યતા નથી.
તો બીજી તરફ, ઉનાળામાં ગરમી વધવાના પગલે દરેક જિલ્લા શિક્ષણાધિકારીએ દ્વારા સ્કૂલોને આદેશ કરાયો છે કે, સ્કૂલોએ નક્કી કલાકો કરતાં વધુ સમય શૈક્ષણિક કાર્ય ન કરાવવું. હીટવેવથી રક્ષણ માટેની બાળકોને સમજણ આપવા સૂચના અપાઈ છે. ઉનાળા દરમિયાન કોઈ ઓપન એર વર્ગો હાથ ધરવા નહી. ગરમીની સિઝનમાં શાળાનો સમય સવારે 6 થી 11 સુધીનો રાખવા સુચના અપાઈ છે.
રાજ્યમાં 24 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ગરમી વધ્યા બાદ 4મે સુધી ગરમી ઓછી રહેવાની આગાહી કરાઇ છે. જે બાદ 4 મે બાદ ફરી ગરમીમાં વધારો જોવા મળશે. હવામાન નિષ્ણાંત દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરી છે.. રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. તેવામાં 24 થી 27 એપ્રિલ વચ્ચે ગરમી વધવાની આગાહી કરાઇ છે. તો બીજી બાજુ રાજ્યમાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેને લીધે ખેડૂતોને આ વરસાદ ફાયદો કરાવી શકે છે. ખરીફ સિઝનની વાવણી પહેલાં વરસાદ વાવેતરમાં મદદ કરશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક અઠવાડિયુ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર, તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે. હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે. પરંતું તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહિ આવે.