Kempegowda International Airport: એરપોર્ટની અંદર અત્યંત ખુબસુરત બગીચો, નજારો જોઈને દંગ રહી જશો, જુઓ PICS

Fri, 11 Nov 2022-1:47 pm,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગ્લુરુ એરપોર્ટના નવા ટર્મિનલ 2નું ઉદ્ધાટન કર્યું. ઉદ્ધાટન બાદ પીએમ મોદીએ તેની સમીક્ષા પણ કરી. આ એરપોર્ટ અધિકૃત રીતે કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે ઓળખાય છે. આ એરપોર્ટ લગભગ 5000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. કેમ્પેગૌડા એરપોર્ટની કેટલીક તસવીરો સામે આવી છે જે જોવા જેવી છે. 

કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 2થી મુસાફરી કરનારા મુસાફરોને આ ટર્મિનલથી ખુબ લાભ થશે. જેનાથી એરપોર્ટની મુસાફરોની સંચાલન ક્ષમતાની સાથે સાથે અવરજવર અને ચેક ઈન કાઉન્ટરોની સંખ્યા બમણી થઈ જશે. 

અધિકારીઓના જણાવ્યાં મુજબ આ એરપોર્ટે પહેલેથી જ પરિસરમાં 100 ટકા રિન્યુએબલ ઉર્જાનો ઉપયોગ કરીને સ્થિરતા માટે એક મિસાલ કાયમ કરી છે.  

આ નવા ટર્મિનલમાં એક લૈગૂન જેવી વિશેષ વિશેષતાઓ સામેલ છે, જેની ચારે બાજુ એક મોટું આઉટડોર ઉદ્યાન છે. એક મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ, જેમ કે નમ્મા મેટ્રો, છત પર સોલર પેનલ, આર્ટિફિશિયલ ઝરણા, ઊંચા પગપાળા માર્ગ અને ગ્રીન સિટિંગ એરિયા. 

આગમન ગ્રાઉન્ડ ફ્લોર પર હશે અને પ્રસ્થાન નવનિર્મિત ટર્મિનલ 2 પર પહેલા માળે હશે. 

અધિકારીઓએ કહ્યું કે નવું ટર્મિનલ ઈન એ ગાર્ડન બીએલઆર એરપોર્ટની મુસાફરોની ક્ષમતાને 25 મિલિયન વધુ વધારવા માટે તૈયાર છે. જે વિસ્તાર પ્રોજેક્ટનો ફક્ત પહેલો તબક્કો છે. બીજો તબક્કો પૂરો થવા પર પ્રતિ વર્ષ વધારાના 20 મિલિયન મુસાફરો મુસાફરી કરી શકે છે. 

મુસાફરો 10,000+ વર્ગ મીટરની લીલી દિવાલો, લટકતા બગીચા  અને બહારના ઉદ્યાનોમાંથી પસાર થશે અને આ ઉદ્યાનોને સ્વદેશી ટેક્નિકનો ઉપયોગ કરીને ભારતમાં બનાવવામાં આવ્યા છે. 

વર્તમાનમાં કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વાર્ષિક 2.5 કરોડ મુસાફરોને સંભાળે છે. પરંતુ T2ના ઉદ્ધાટન બાદ તે 5થી 6 કરોડ થઈ જશે. 

કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલ 2ને બેંગ્લુરુના ગાર્ડન સીટીની નકલ કરવા માટે ડિઝાઈન કરાયું છે. જે મુસાફરોને બગીચામાં ટહેલવા જેવો અનુભવ કરાવે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link