Tax saving FDs: ફિક્સ આવક સાથે થશે ટેક્સની બચત, બેંકોની આ સ્કીમ લાગશે કામ
એસબીઆઇ 5 વર્ષની એફડી પર વાર્ષિક 5.40 ટકા વ્યાજ ઓફર કરે છે. સીનિયર સિટિજન માટે આ દર 6.20 ટકા છે. આ વ્યાજ દર 8 જાન્યુઆરી 2021 થી 2 કરોડ રૂપિયાથી ઓછા જમા કરાવવા પર લાગૂ છે.
પંજાબ નેશનલ બેંક (PNB) પાંચ વર્ષની એફડી પર 5.30 ટકા વાર્ષિક વ્યાજ ઓફર કરી રહી છે. સીનિયર સિટીઝન માટે આ દર 5.80 ટકા છે. આ વ્યાજ દર મે 2021 થી 2 કરોડથી ઓછા પર લાગૂ છે.
આઇસીઆઇસીઆઇ બેંક 5 વર્ષની એફડી પર 5.35 ટકા વાર્ષિક વ્યાજ ઓફર કરી રહ્યું છે. સીનિયર સિટીજન માટે આ વ્યાજ દર 5.85 ટકા છે. 2 કરોડ રૂપિયાથી ઓછા જમા પર, આ દર 21 ઓક્ટોબર 2020થી લાગૂ છે.
HDFC બેંક પાંચ વર્ષની એફડી પર 5.30 ટકા વાર્ષિક વ્યાજ આપી રહ્યું છે. સીનિયર સિટીઝન માટે વ્યાજ દર 5.80 ટકા છે. આ વ્યાજ દર 2 કરોડ રૂપિયાથી ઓછા જમા પર 21 મે 2021 થી લાગૂ છે.
ટેક્સ-સેવિંગ ફિકસ્ડ ડિપોઝિટને સેફ ગણવામાં આવે છે. જોખમ ન લેનાર રોકાણકારો માટે આ સારો ઓપ્શન છે. ટેક્સ સેવિંગ એફ્ડી પર સેક્શન 80C માં ટેક્સ છૂટનો લાભ મળે છે. જોકે FD થી મળનાર વ્યાજ ટેક્સેબલ હોય છે. તેમાં એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધી રોકાણ પર ટેક્સ બચાવી શકાય છે. તેમાં 5 વર્ષનો લોક ઇન પીરિયડ હોય છે. આ અવધિ 10 વર્ષ સુધી વધી શકે છે.