તમારા જીવને છે જોખમ? તમે કેટલી ઊંઘ લો છો? જાણો રસપ્રદ તારણ
જો તમે એમ વિચારી રહ્યા છો કે ઓછું ઊંઘવાથી તમારા સ્વાસ્થ્ય પર અસર પડે છે તો તમે ખોટા છો. દરરોજ 10 કલાકથી વધુ ઊંઘવું પન તમારા મેટાબોલિક સિંડ્રોમ સાથે જોડાયેલું છે. તેનાથી હદયરોગનો ખતરો વધી શકે છે.
દરરોજ 10 કલાકથી વધુ ઊંઘનારા લોકોની કમરનો ઘેરાવો વધી જવો, હાઇ ટ્રાઇગ્લિસરાઇડના સ્તરને મેટાબોલિક સિંડ્રોમના રૂપમાં ઓળખવામાં આવે છે અને આ હદય સંબંધી બિમારીઓના વધતા જતા જોખમ સાથે જોડાયેલ છે. ટ્રાઇગ્લિસરાઇડમાં એક પ્રકારની ચરબી, સારા કોલેસ્ટ્રોલનું ઓછું સ્તર, હાઇ બ્લડપ્રેશરનો ખતરો છે.
પુરૂષો તથા મહિલાઓ બંનેમાં વધુ સમય સુધી ઊંઘવાથી ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર વધી જાય છે. મહિલાઓમાં તેના લીધે મોટાપો વધી જાય છે, સાથે જ લોહીમાં સુગરનું પ્રમાણ તથા સારા કોલેસ્ટ્રોલનું સ્તર નીચું જાય છે.
રિસર્ચકર્તાઓનું કહેવું છે કે તેનાથી વિપરીત, છ કલાકથી ઓછી ઊંઘ પુરૂષોમાં મેટાબોલિક સિંડ્રોમના હાઇ જોખમ સાથે સંકળાયેલી છે અને પુરૂષો તથા મહિલાઓમાં કમરના ઘેરાવા સાથે સંકળાયેલી છે.
દક્ષિણ કોરિયામાં સિયોલ નેશનલ યૂનિવર્સિટી કોલેજ ઓફ મેડિસિનના મુખ્ય લેખક ક્લેયર ઇ કિમે કહ્યું 'આ સૌથી મોટું રિસર્ચ છે, જે પુરૂષો અને મહિલાઓ માટે અલગ-અલગ ઘટકોને ઊંઘવાનો સમયગાળા અને મેટાબોલિક સિંડ્રોમ અને ખોરાકની પ્રતિક્રિયાની તપાસ કરે છે.