આ સમયે પાણીમાં મિક્સ કરી પીવો Apple Cider Vinegar, વેટ લોસ સહિત મળશે 6 ફાયદા
એપલ વિનેગરના સેવનથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. તેમાં એન્ટીમાઇક્રોબિયલ ગુણ હોય છે. જે બોડીને ખતરનાક બેક્ટિરિયીથી દૂર રાખે છે.
રિસર્ચગેટમાં પ્રકાશિત એક સ્ટડીથી ખ્યાલ આવે છે કે એપલ વિનેગરથી બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે. તેમાં રહેલ એન્ટી-ગ્લાઇસેમિક ઇફેક્ટ, એન્ટી-બાયબિટીક ગુણોના કારણ હોય છે.
એપલ વિનેગરનું સેવન પાચનને સરળ બનાવવામાં મદદ કરે છે. સાથે અપચો, ગેસ જેવી પેટની સમસ્યામાં રાહત પહોંચાડે છે.
એપલ વિનેગર ખરાબ એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડી સારા એચડીએલ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.
એપલ વિનેગર મોટાપો ઘટાડવામાં ફાયદાકારક છે. હાર્વર્ડ હેલ્થ અનુસાર 2009માં 175 લોકો પર સ્ટડી કરવામાં આવી અને 3 સપ્તાહ સુધી 1-2 ચમચી વિનેગરનું સેવન કરનાર લોકોનું 2-4 પાઉન્ડ સુધી વજન ઘટી ગયું હતું.
એપલ વિનેગરને પાણીમાં 1-2 ચમચી મિક્સ કરી સવારે ખાલી પેટ પીવાથી વધુ ફાયદો મળે છે.
Disclaimer: સામાન્ય માહિતીના આધારે આ જાણકારી આપવામાં આવી છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.