ચાઈનાનો મોબાઈલ ખરીદતાં પહેલાં ચેતી જજો, આ રહી પુરાવાની તસવીરો

Tue, 21 Aug 2018-5:43 pm,

ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટનો વધુ એક કિસ્સો અમદાવાદમાં જોવા મળ્યો છે. અચાનક મોબાઈલ બ્લાસ્ટ થતાં યુવક રોડ પર રહેલા વિજળીના થાંભલા સાથે અથડાઈ ગયો હતો. બ્લાસ્ટને કારણે તે ગંભીર રીતે દાઝી જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

સોનુ સોમવારે રાત્રે જ્યારે ઓફિસેથી ઘરે બાઈક પર જતો હતો ત્યારે તેને પેન્ટના ખિસ્સામાં કંઈક ગરમ લાગવાનો અહેસાસ થયો હતો. 

મોબાઈલના ફૂરચે-ફૂરચા ઉડી ગયા હતા. આગળનો સ્ક્રીનનો ભાગ પણ તુટી ગયો હતો અને સ્ક્રીન મોબાઈલમાંથી અલગ થઈ ગઈ હતી.

ચાલુ બાઈક પર તેણે જ્યારે ખિસ્સા તરફ જોયું તો ત્યાં આગ લાગેલી હતી. તે હજુ કંઈ સમજે એ પહેલાં જ ખિસ્સામાં રહેલા મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો.

સદનસીબે તેની પાછળ અન્ય બાઈક પર તેના પિતા પણ આવી રહ્યા હતા. સોનુ પડી જતાં તેમણે તેને ઊભો કર્યો અને જોયું તો સોનુનો પેન્ટનો ખિસ્સાનો ભાગ બળી ગયો ગયો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link