પતિનું શરીર રાખ થાય તે પહેલા 6 લોકોને જીવન આપ્યું, સુરતના પરિવારે કર્યુ મોટું પુણ્યનું કામ
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા State Organ and Tissue Transplant Organization (SOTTO)નો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પીટલને અને બંને કિડની અમદાવાદની હોસ્પિટલને ફાળવવામાં આવી. ROTTO દ્વારા હૃદય મુંબઈની સર એચ. એન રિલાયન્સ હોસ્પીટલને ફાળવવામાં આવ્યું
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી દયાનંદની પત્ની શાંતિદેવી, પુત્ર રવિકુમાર, દયાનંદના સાથી કર્મચારી ભીમ બહાદુર, અજયકુમાર સિંગ, યોગેન્દ્ર વર્માને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.ત્યાર બાદ દયાનંદની પત્ની શાંતિદેવીએ જણાવ્યું કે અમે ખુબ જ સામાન્ય પરિવારના છીએ. જીવન માં કોઈ પણ ચીજવસ્તુઓનું દાન અમે કરી શકીએ તેમ નથી, આજે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે, શરીર તો રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી જેટલા પણ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો
4 હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બોરીવલ્લી, મુંબઈના રહેવાસી ૬૫ વર્ષીય વ્યક્તિમાં મુંબઈની સર એચ. એન રિલાયન્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અને બંને કિડની નું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની હોસ્પીટલમાં કરવામાં આવશે.હૃદય, લિવર અને કિડની સમયસર હવાઈ માર્ગે મુંબઈ અને અમદાવાદ પહોંચાડવા માટે હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગ ને સુરત શહેર પોલીસ દ્વારા બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા.
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ એક હજાર થી વધુ વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે.