ગુજરાતના આ શહેરમાં આવશે 1 લાખ કરોડનું મોટું રોકાણ, કોડીના ભાવની જમીનના કરોડ થશે

Thu, 18 Apr 2024-11:55 am,

હવેનો સમય રિન્યુએબલ એનર્જિનો છે. ત્યારે  રીલાયન્સ, લાર્સન એન્ડ ટુબ્રો, ગ્રીનકો ગ્રુપ અને વેલસ્પન ન્યુએનર્જી જેવી કંપનીઓ કંડલામાં ગ્રીન હાઇડ્રોજન તથા ગ્રીન એમોનિયા પ્લાન્ટ સ્થાપવા માટે એક લાખ કરોડનું રોકાણ કરવાના આયોજનમાં છે. જે આ ક્ષેત્રમાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ હશે. આ રોકાણથી ગુજરાતમા નોકરીની નવી તકો ઉભી થશે. હાલ ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ થયેલી હોવાથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ચૂંટણી બાદ જુન મહિનામાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 

ભારતના ગ્રીન હાઇડ્રોજન મિશનમાં દેશને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે તેના આધારે ઇંધણ-ઉર્જાની આયાત ઘટાડીને અર્થતંત્રને લાભ કરાવવાનો ટારગેટ છે. 2030 સુધીમાં  પાંચ મીલીયન ટન હાઇડ્રોજન ઉત્પાદનનો ટારગેટ નક્કી કરવામાં આવ્યો છે, સાથોસાથ રીન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતામાં 8 લાખ કરોડના ખર્ચે 125 ગીગાવોટનો વધારો કરવાનું લક્ષ્ય છે. આ રોકાણ ગુજરાતના આ શહેરની સિકલ બદલી નાખશે. 

ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયાના ઉત્પાદન માટે કંડલામાં ગુજરાતના દિનદયાલ પોર્ટ એથોરિટી (ડીપીએ) દ્વારા ચાર કંપનીઓને જમીનની ફાળવણી કરવામાં આવી હતી. ડીપીએ દ્વારા લગભગ ચાર હજાર એકર જમીનમાં ૧૪ પ્લોટની ઓફર કરવામાં આવી હતી. જે પૈકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ૬ પ્લોટ, એલ એન્ડ ટીને પાંચ પ્લોટ, ગ્રીનકો ગ્રુપને બે પ્લોટ અને વેલસ્પન ન્યુ એનર્જીને એક પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી.

ગત મહિના હરાજીમાં આ ચાર કંપનીઓ દ્વારા સૌથી ઉંચી બોલી લગાવવામાં આવી હતી. જેમાં કંડલા બંદર ખાતે દર વર્ષે સાત મિલિયન ટચ ગ્રીન એમોનિયા અને દર વર્ષે 1.4 મિલિયન ટન ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદનનો લક્ષ્યાંક છે. જમીના પ્રત્યેક પ્લોટને દર વર્ષે એક મિલિયન ટન (એમટીપીએ) ગ્રીન એમોનિયા ઉત્પાદન માટે નિર્ધારિત કરવામાં આવેલ છે. આમ કંડલામાં મોટો ફેરફાર થશે. આ રોકાણ નવી ખુશહાલી લઈને આવશે. ગુજરાતના કંડલા શહેરની આ પ્રોજેકટ સિકલ બદલી કાઢશે એ નક્કી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link