બાઈક રાઈડના બદલે સેક્સ કરે છે આ દેશના ડ્રાઈવર, ઉઠાવે છે મજબૂરીનો ફાયદો
કંપાલા: આફ્રિકી દેશ યુગાન્ડાને લઇને એક અધ્યયનમાં મોટો ખુલાસો થયો છે. યુગાન્ડાને લઇને મેકરેરે યુનિવર્સિટી કોલેજ ઓફ એજ્યુકેશન એન્ડ એક્સટર્નલ સ્ટડીઝે (CEES) એક અભ્યાસ કર્યો છે, જેમાં ખુલાસો થયો છે કે, આ દેશમાં બાઈક ટેક્સી ચલાવતા ડ્રાઈવર રાઈડ આપવાને બદલે સ્થાનીક યુવતીઓ સાથે સેક્સ કરે છે.
યુગાન્ડામાં એચઆઇવીનો દર વધારે છે. યુગાન્ડામાં 5.6 ટકા લોકો HIV પોઝિટિવ છે. હવે જે જાણકારી સામે આવી છે, તેના અનુસાર આ દેશમાં HIV સામે અભિયાનને મોટો ધક્કો મળી રહ્યો છે. કેમ કે, અહીંના મોટરસાયકલ ટેક્સી ડ્રાઈવર પૈસા લેવાની જગ્યાએ પોતાના ક્લાઈન્ટ્સ સાથે સેક્સ કરી રહ્યા છે.
ધ ગાર્ડિયનમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, યુગાન્ડાનમાં 12 ટકા કોમર્શિયલ રાઇડર્સ પૈસા ન આપી શકતા તેમના ગ્રાહકો સાથે ટ્રાંઝેક્શનલ સેક્સમાં સામેલ થયા હોવાનું જાણવા મળ્યું છે. 65.7 ટકા લોકોએ સ્વીકાર્યું કે તેઓ છેલ્લા 12 મહિનામાં એક કરતા વધુ પાર્ટનર સાથે સેક્સ કર્યું છે.
અધ્યયનમાં જાણવા મળ્યું છે કે યુગાન્ડાના 23 ટકા ડ્રાઇવરો એક જ સમયે અનેક પાર્ટનર્સની સાથે સંબંધ રાખે છે. આ સર્વેમાં 57.1 ટકા લોકોએ સ્વીકાર્યું કે તેઓ સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરતા નહોતા. આ કારણે એચ.આય.વી સંક્રમણ ચોક્કસપણે વધશે. બોડા બોડાને એ જાણવાની જરૂર છે કે એચ.આય.વી હજી પણ અસ્તિત્વમાં છે અને હમણાં લોકો આ વાયરસનો શિકાર બની રહ્યા છે.
અધ્યયન સંશોધનકાર લિલિયન મબાઝીએ જણાવ્યું હતું કે અનેક પાર્ટનર સાથે શારીરિક સંબંધ બનાવવું જોખમ ભર્યું જાતીય વર્તન છે, ખાસ કરીને કોન્ડોમ વિના. તેનાથી HIV, અનિચ્છનીય ગર્ભાવસ્થા જેવા ઘણા સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થઈ શકે છે. આ અધ્યયન સૂચવે છે કે યુગાન્ડાના યુવાનોને બેજવાબદાર જાતીય વર્તન અને અસુરક્ષિત સેક્સ પ્રત્યે જાગૃત કરવાની જરૂર છે.