Bill Gates ગર્લફ્રેન્ડ સાથે અહીં પસાર કરતા હતા વેકેશન, જુઓ આ આલીશાન જગ્યાની તસવીરો
બિલ ગેટ્સે વિનબ્લૈડને 80ના દશકમાં ડેટ કરી હતી. પરંતુ 1987માં તેમનું બ્રેકઅપ થઈ ગયુ હતું. બિલ ગેટ્સે મેલિંડા સાથે લગ્ન પછી તેમની સાથે એક સમઝૂતી પણ કરી હતી કે તે વિનબ્લૈડ સાથે વેકેશન પર જઈ શક્શે.
બિલેનિયર જોડી બિલ ગેટ્સ અને મેલિંડા ગેટ્સે 3 મે ના રોજ છૂટાછેડાની ઘોષણા કરી. જ્યારપછી દુનિયાભરમાં આ નિર્ણયની ચર્ચાઓ થવા લાગી. છૂટા છેડાની ઘોષણાના કેટલાક દિવસોમાં મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા કે માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સે ગર્લ્ફ્રેન્ડ એન વિનબ્લૈડ સાથે વેકેશન પર ગયા હતા.
ચાલો એક નજર કરીએ તે મેન્શનની અંદરની તસવીરો પર જ્યાં બિલ ગેટ્સ પોતાની એક્સ ગર્લફ્રેન્ડ સાથે વેકેશન વિતાવતા હતા. નોર્થ કૈરોલિનામાં બીચ હાઉસ પાસે એક ત્રણ માળનું ઓશનફ્રન્ટ ઘર છે જે ભાડે મળી રહ્યું છે.
વેકેશન હાઉસમાં ચાર બેડરૂમ, બે બાથરૂમ અને સી ફેસિંગ ગઝેબો પણ છે. આ ઘર કૈસલ સ્વીનના નામથી ઓળખાય છે. અને અહીં એક રાતના 600 અમેરિકી ડોલર ચાર્જ લાગે છે.
અહીં બીચ પર જવા માટે પ્રાઈવેટ વોકવે અને સાથે જ એટલાંટિક ઓશનના સુંદર નજારો જોવા માટે ઉપર ડેક ગઝેબો બનેલું છે.