B`day Special: રાજનીતિમાં આવતા પહેલા શું કરતા હતા અમિત શાહ, જાણો રોચક માહિતી
અમિત શાહ 22 ઓક્ટોબર, 1964ના રોજ મુંબઈના એક જૈન પરિવારમાં જન્મ્યા હતા. તેમના પિતા અનિલચંદ્ર શાહ પાઈપનો બિઝનેસ કરતા હતા. અમિત શાહે પ્રાથમિક શિક્ષણ મહેસાણામાં લીધું હતું. બાદમાં તેમણે અમદાવાદની સીયુ શાહ સાયન્સ કોલેજમાંથી કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું. ( આ પણ વાંચો : પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોનો ચાલશે જાદું? )
અમિત શાહ ભલે વેપારી હતા, પરંતુ રાજનીતિમાં પણ તેમને રસ હતો. વિદ્યાર્થી નેતા રહેલા અમિત શાહ બાળપણથી જ સંઘની શાખાઓમાં જતા. અમિત શાહ 14 વર્ષની ઉંમરમાં જ સંઘ સાથે જોડાયા હતા. જાણકારોનું કહેવું છે કે, તેમણે ધીરુભાઈ અંબાણી અને અન્ય વેપારીઓથી પ્રેરિત થઈને પ્લાસ્ટિકનો બિઝનેસ શરૂ કર્યો હતો.
અમિત શાહ જ્યારે 26 વર્ષના હતા, ત્યારે વરિષ્ઠ સંઘ પ્રચારક એવા 41 વર્ષીય નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત થઈ હતી. શાહનો આત્મવિશ્વાસ મોદીને સ્પર્શી ગયો હતો. શાહ 1986માં ભાજપમાં સામેલ થયા. 1987માં તેમને ભારતીય જનતા યુવા મોરચાનો સદસ્ય બનાવાયા હતા. શાહને પહેલી રાજકીય તક 1991માં મળી, જ્યારે અડવાણી માટે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં તેમને ઈલેક્શન પ્રચારની જવાબદારી સોંપવામાં આવી હતી.
વર્ષ 2001માં જ્યારે કેશુભાઈ પટેલને હટાવીને મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, તે પહેલા જ તેમણે અમિત શાહને કદાવર નેતા બનાવી દીધા હતા. વર્ષ 2002માં નરેન્દ્ર મોદીએ સરકારમાં સૌથી ઓછી ઉંમરના એવા શાહની ક્ષમતા, સૂઝબૂઝ અને પાર્ટી પ્રત્યે વફાદારી જોતે તેમને ગૃહરાજ્ય મંત્રીનું પદ સોંપ્યું હતું. શાહને સૌથી વધુ એવા 10 મંત્રાલય સોંપાયા હતા.
ગુજરાતથી રાજનીતિની શરૂઆત કરનાર અમિત શાહ શતરંજના માહેર ખેલાડી કહેવાય છે. ઈલેક્શનમાં બાજી પલટવામાં તેમણે મહારત મેળવી છે. આ કારણે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનતા સમયે તેમને આધુનિક ચાણક્ય કહેવાયા હતા. 50 વર્ષથી ઓછી ઉંમરના અમિત શાહને પાર્ટીના અધ્યક્ષ બનાવવા પર કોઈને વાંધો ન હતો.
અમિત શાહ અને પીએમ મોદીના જીવનમાં અનેક સમાનતાઓ છે. બંને બાળપણથી જ આરએસએસની શાખાઓમાં જતા હતા. બંનેએ પોતાના યુવાનીકાળમાં જોશ અને કુશળતાથી પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પ્રભાવિત કર્યા હતા. (ફોટો સાભાર - ફેસબુક)