BJPના દિગ્ગજ મંત્રીઓ અને સાંસદો ઝાડું લઈને સંસદ પરિસરમાં સફાઈ કરતા જોવા મળ્યાં, જુઓ PHOTOS
સંસદ પરિસરમાં બીજેપીના દિગ્ગજ મંત્રી અને સાંસદો ઝાડુ લઈને સફાઈ કરવા પહોંચ્યા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત અભિયાનની આજે શરૂઆત કરાઈ. સંસદ પરિસરમાં આ અગાઉ કદી આવા દ્રશ્યો નહીં જોવા મળ્યા હોય. પીએમ મોદીનું સ્વચ્છ ભારત અભિયાન લોકતંત્રના મંદિર સંસદમાં પણ પહોંચ્યું. શનિવારે સંસદમાં એવા દ્રશ્યો જોવા મળ્યા જે કદી નહીં જોયા હોય. જી હા સંસદ પરિસરમાં બીજેપીના દિગ્ગજ મંત્રી અને સાંસદ પોતે ઝાડુ લઈ સફાઈ કરવા પહોંચ્યા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં સંસદ પરિસરમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાઈ જેની અસર આવનારા બે દિવસ સુધી સંસદ પરિસરમાં જોવા મળશે.
આગામી બે દિવસ સુધી સંસદ પરિસરમાં આ અભિયાન ચાલશે અને લોકસભા અધ્યક્ષ દ્વારા શરૂ કરાયેલા અભિયાનને સફળ બનાવવામાં દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરની સાથે ડ્રીમ ગર્લ તથા મથુરા સાંસદ હેમા માલિની પોતે સંસદ પરિસરમાં હાથમાં ઝાડુ લઈ સફાઈ કરતા દેખાયા. નરેન્દ્ર મોદી જ્યારે પ્રથમ વાર પીએમ બન્યા ત્યારે તેમણે મહાત્મા ગાંધીની 150મી જયંતિ સુધી દેશને સ્વચ્છ બનાવવાનો પ્રણ લીધો હતો અને 2 ઓક્ટોબરના રોજ પોતે હાથમાં ઝાડું લઈ 'સ્વચ્છ ભારત અભિયાન' ની શરૂઆત કરી હતી. જેની અસર એવી જોવા મળી કે દેશની દરેક વ્યક્તિએ પીએમ મોદીના પ્રણને પૂરું કરવા મોદીના સપનાને પોતાનું સપનું બનાવ્યું હતું.
કંઈક આવું જ બીજી વાર પીએમ બનતાની સાથે જ ફરી જોવા મળ્યું. જો કે આ વખતે જે દ્રશ્યો સામે આવ્યા તે દેશના લોકતંત્રના મંદિરના એટલે કે સંસદ પરિસરમાં સાંસદો અને મંત્રીઓ લોકસભા અધ્યક્ષના નેતૃત્વમાં પોતાના હાથમાં ઝાડું લઈ સંસદ પરિસરની સફાઈ કરતા દેખાયા. ભારત દેશ ગંદકી મુક્ત, બીમારી મુક્ત થાય અને દુનિયાને એક નવું ભારત જોવા મળે જે સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર હોય એ હેતુથી પીએમ મોદીએ મહાત્મા ગાંધીની 150મી જયંતિ સુધી દેશને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનું પ્રણ લઈ સ્વચ્છ ભારત અભિયાન ની શરૂઆત કરી હતી. એમાં આવા દ્રશ્યો જે દેશના લોકતંત્રના મંદિર એટલે કે સંસદ પરિસરથી જોવા મળે એ ફરી એકવાર દેશ ને સ્વચ્છ ભારત અભિયાન માટે જાગરૂકતા નું કેન્દ્ર બિંદુ સાબિત થઈ શકે છે.
નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર અને બીજેપી સાંસદ રાજીવ પ્રતાપ રુડીએ સંસદ પરિસરમાં ઝાડું લઈ સફાઈ કર્યા બાદ કહ્યું કે લોકસભા અધ્યક્ષ દ્વારા તમામ સાંસદોને આમંત્રણ આપ્યું હતું. સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા માટે. જેની તેમણે પ્રશંસા કરતા કહ્યું કે, દેશને જાગરુક કરવા માટે સંસદ પરિસરનો નજારો એ પીએમના મિશનને સફળ બનાવવા માટે કેન્દ્ર બિંદુ બની શકે છે. બીજેપી સાંસદ હેમા માલિની પણ લોકસભા અધ્યક્ષ દ્વારા અપાયેલા આમંત્રણ બાદ સંસદ પરિસરમાં હાથમાં ઝાડું લઈ સફાઈ કરતા દેખાયા હતા. તેમણે કહ્યું કે દેશને સ્વસ્થ બનાવવા માટે દેશને સ્વચ્છ બનાવવાની જરૂરત છે. આથી તેમને અત્યંત ખુશી થાય છે કે મહાત્મા ગાંધીની 150મી જયંતિના અવસરે સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા માટે લોકસભા અધ્યક્ષ તરફથી પહેલની શરૂઆત કરવામાં આવી. વધુમાં એમ પણ કહ્યું કે આ કાર્ય ને આગળ વધારવાનું કામ કરતા તેઓ આવતા અઠવાડિયે પોતાના સંસદીય ક્ષેત્ર મથુરા પહોંચશે અને ત્યાં જઈને મથુરાવાસીઓને જાગરુક કરવા માટે મથુરામાં પણ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરશે.