TOP 5 BLUETOOTH SPEAKERS જેની કિંમત છે સાવ સસ્તી, આ સ્પીકર તમારી ટ્રીપને બનાવશે એકદમ મ્યુઝિકલ
ZEBRONICSનું આ સ્પીકર ઈનબિલ્ટ FM સાથે આવે છે. લાઉન્ડ સાઉન્ડ માટે 10Wનું સાઉન્ડ આઉટપુટ આપવામાં આવ્યું છે. આ પોર્ટેબલ સ્પીકરનો વજન 920 ગ્રામ છે. આ સ્પીકરને મોબાઈલ સાથે કનેક્ટર કરી હાઈ બેસ પર સોંગ વગાડી શકાય છે. આ સ્પીકરમાં બ્લુટુથ 2.1 આપવામાં આવ્યું છે. આ સ્પીકરમાં 32GBનું માઈક્રો-SD લગાવી શકાય છે. આ સ્પીકરની કિંમત 1299 રૂપિયા છે.
PHILIPS BT50G પોર્ટેબલ બ્લુટુથ સ્પીકર એન્ટી ક્લિપિંગ ફંકશન સાથે મળે છે. આ કારણે બેટરી ઓછી હોવા છતાં તેની ઓડિયો ક્વોલિટી વધારે વોલ્યુમ પર ખરાબ થતી નથી. આ સ્પીકરમાં 2Wનું સાઉન્ડ આઉટપુટ આપવામાં આવ્યું છે. આ સ્પીકરનો વજન 91 ગ્રામ જ છે. સ્પીકરનું બેટરી બેકઅપ 6 કલાકનું છે. આ સ્પીકપ 1080માં મળશે.
MI OUTDOOR સ્પીકરને ભારતમાં ગત વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સ્પીકરમાં 5Wનું સાઉન્ડ આઉટપુટ આપવામાં આવ્યું છે. આ સ્પીકરમાં 2000mAHની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ સ્પીકર સિંગલ ચાર્જમાં 20 કલાકનું પ્લેબેક ટાઈમ આપે છે. કનેક્ટિવિટી માટે બ્લુટુથ 5.0 આપવામાં આવ્યું છે. આ સ્પીકરની કિંમત 1399 છે.
INFINITY(JBL) FUZE 100 બ્લુટુથ સ્પીકરને RUGGED FABRICથી બનાવવામાં આવ્યું છે. આ વોટર અને ડસ્ટ પ્રુફ પોર્ટેબલ સ્પીકર છે. આ સ્પીકરમાં લાઉડ સાઉન્ડ ક્વોલિટી સાથે ડીપ બેસ આપવામાં આવ્યું છે. 3D સરાઉન્ડ (3D SURROUND) એફેક્ટ હોવાથી સાઉન્ડ એક્સપિરીયન્સ એકદમ વધી જાય છે. આ સ્પીકરમાં 750mAHની બેટરી આપવામાં આવી છે. જે 9 કલાકનું પ્લેબેક ટાઈમ આપે છે. આ સ્પીકરમાં બ્લુટુથ 4.2 આપવામાં આવ્યું છે. જેની રેંજ 40 ફુટ છે. આ સ્પીકરમાં ડ્યુલ EQUALIZER આપવામાં આવ્યું છે. આ સ્પીકરની કિંમત 1499 રાખવામાં આવી છે.
જે લોકોને વધુ બેસ પસંદ છે, તેમના માટે આ સ્પીકર છે બેસ્ટ ચોઈસ. આ સ્પીકરમાં શ્રેષ્ઠ સાઉન્ડ તો મળે છે, પરંતુ તેનો વજન 499 ગ્રામ છે. આ સ્પીકરમાં 5Wનું સાઉન્ડ આઉટપુટ આપવામાં આવ્યું છે. આ સ્પીકરમાં માઈક્રો-SD કાર્ડ સ્લોટનું પણ ઓપશન આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે બ્લુટુથ 4.2 આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ સ્પીકર સિંગલ ચાર્જમાં 6 કલાકનું પ્લેબેક ટાઈમ આપે છે. આ સ્પીકરની કિંમત 1299 છે.