Films based on Terrorism: આતંકવાદ પર આધારિત આ ફિલ્મો હચમચાવી દેશે તમારું દિલ અને દિમાગ!

Mon, 22 May 2023-12:21 pm,

નાના પાટેકર અભિનીત ફિલ્મ 'ધ એટેક્સ ઓફ 26/11' 2013માં રિલીઝ થઈ હતી અને તે રામ ગોપાલ વર્મા દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા પર આધારિત છે.

સુભાષ ઘાઈની ફિલ્મ 'બ્લેક એન્ડ વ્હાઇટ' એક ક્રાઈમ થ્રિલર છે જે 2008માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એક અફઘાની આત્મઘાતી બોમ્બર વિશે છે જે એક મિશન પર ભારતીય સ્વતંત્રતા દિવસ માટે આવ્યો છે. ફિલ્મમાં અનિલ કપૂર અને શેફાલી શાહે મહત્વની ભૂમિકા ભજવી છે.

નસીરુદ્દીન શાહ અને અનુપમ ખેરની ફિલ્મ 'અ વેનસ્ડે'ને કોઈ પરિચયની જરૂર નથી. 2008માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં એક વ્યક્તિ પોલીસ કમિશનરને ફોન કરે છે અને ધમકી આપે છે કે જો પોલીસ ચાર આતંકવાદીઓને છોડશે નહીં તો તે આખા મુંબઈ શહેરમાં બોમ્બ વિસ્ફોટ કરશે.

કે કે મેનન અને પવન મલ્હોત્રાએ અનુરાગ કશ્યપની ફિલ્મ 'બ્લેક ફ્રાઈડે'માં કામ કર્યું છે. આ ફિલ્મ 1993ના બોમ્બે બ્લાસ્ટ પર આધારિત છે અને 2004માં રિલીઝ થઈ હતી.

શાહરૂખ ખાન આર મનીષા કોઈરાલાની ફિલ્મ 'દિલ સે...' એક રોમેન્ટિક ફિલ્મ છે પરંતુ તેનો આધાર પણ આતંકવાદ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link