બોલીવુડના આ સ્ટાર્સ કેન્સર સામે હાર્યા જિંદગીની જંગ, જુઓ Photos

Wed, 29 Apr 2020-10:01 pm,

બોલિવુડ અભિનેતા ઇરફાન ખાન (Irrfan Khan)નું મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં નિધન થયું છે. તે 53 વર્ષનો હતો. ઇરફાન ખાનના મોતનું કારણ કેન્સર જણાવી રહ્યાં છે.

અભિનેતા ફિરોઝ ખાને (Feroz Khan) 27 એપ્રિલ, 2009ના રોજ આ દુનિયામાંથી વિદાય લીધી હતી. ફિરોઝ ખાન ઘણા સમયથી ફેફસાના કેન્સર સામે લડી રહ્યા હતા. તેમની સૌથી લોકપ્રિય અને સફળ ફિલ્મ 1980 માં આવેલી 'કુર્બાની' છે.

બોલિવુડના પ્રખ્યાત અભિનેતા વિનોદ ખન્ના (Viond Khanna)એ પણ 27 એપ્રિલ 2017ના રોજ દુનિયાને અલવિદા કહ્યું હતું. વિનોદ ખન્ના બ્લેડરના કેન્સર સામે જિંદગીની જંગ હારી ગયા હતા. તેમની સૌથી લોકપ્રિય ફિલ્મ 1988માં આવેલી 'દયવાન' હતી.

રામાયણમાં સુગ્રીવની ભૂમિકા નિભાવી લોકપ્રિય બનેલા અભિનેતા શ્યામ સુંદર કલાની (Shyam Sundar Kalani)નું નિધન 6 એપ્રિલ 2020ના થયું હતું. તેમના મોતનું કારણ કેંસર જણાવી રહ્યાં છે.

'રામાયણ'માં મેઘનાથની ભૂમિકા નિભાવનારા વિજય અરોરા (Vijay Arora)એ બોલિવુડ અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2 ફેબ્રુઆરી 2007ના રોજ પેટના કેન્સરથી તેમનું અવસાન થયું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link