Flop Actress: સુપરસ્ટાર્સનો સાથ મળ્યો, તેમછતાં પણ ફ્લોપ સાબિત થઇ આ અભિનેત્રીઓ, જીવે છે આવી જીંદગીઓ
સલમાન ખાનની ફિલ્મ લકી: નો ટાઇમ ફોર લવથી બોલીવુડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી સ્નેહા ઉલ્લાલ ઇંડ્સટ્રીથી ગાયબ છે. સ્નેહા ઉલ્લાલે કેટલીક જ બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું.
વલૂચા ડિસૂઝાએ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'ફેન' થી બોલીવુડમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. જાણકારી માટે તમને જણાવી દઇએ કે વલૂચાએ આ ફિલ્મમાં શાહરૂખની પત્નીનું પાત્ર ભજવ્યું હતું. શાહરૂખ સાથે કામ કર્યા બાદ પણ તેમને બોલીવુડમાં ખાસ ઓળખ મળી શકી નહી.
ઝરીન ખાને પણ સલમાન ખાનની ફિલ્મમાં જ બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તે સલમાન ખાનની ફિલ્મ વીરમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો કમાલ બતાવી શકી ન હતી અને ત્યારબાદ અભિનેત્રી પણ વધુ ફિલ્મોમાં જોવા મળી નહી.
બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'સ્વદેશ'માં અભિનય કરનાર ગાયત્રી જોશી તો તમને યાદ જ હશે. આ ગાયત્રીની પહેલી બોલીવુડ ફિલ્મ હતી, આ મૂવીમાં લીડ રોલ ભજવ્યા બાદ ગાયત્રી જોશીને બોલીવુડની વધુ ફિલ્મોમાં જોવા ન મળી.
આમિર ખાનની સૌથી વધુ ચર્ચામાં રહેનાર ફિલ્મ 'લગાન' ના નામ કમાનાર અભિનેત્રી ગ્રેસી સિંહનું નામ આ યાદીમાં જોઇને તમને આશ્વર્ય થશે, પરંતુ જાણકારી માટે તમને જણાવી દઇએ કે લગાન ભલે જ તેમની ડેબ્યૂ ફિલ્મ ન રહી હોય, પરંતુ તેમની આ બોલીવુડની પહેલી ફિલ્મ હતી. આ અભિનેત્રી પણ બોલીવુડમાં પોતાનો કમાલ બતાવી શકી નહી.