Holi Special: Bollywood ની ફિલ્મોમાં `રંગ બરસે` થી લઈને `બલમ પિચકારી` સુધી છવાયેલો છે હોળીનો રંગ
ધૂળેટી પર્વની ઉજવણી ભલે શેરી-મહોલ્લમાં ચાલતી હોય કે પાર્ટી-પ્લોટ કલબમાં હોય 'રંગ બરસે' ગીત ન વાગે તેવું બને નહીં. વર્ષ 1981માં આવેલી સિલસિલા ફિલ્મનું આ ગીત આજે નવી પેઢીમાં પણ તેટલું જ લોકપ્રિય છે. આ ગીતને અમિતાભ બચ્ચને શાનદાર અંદાજથી ગાયુ હતું. અમિતાભ બચ્ચન, રેખા અને સંજીવકુમાર પર આ ગીત ફિલ્માવવામાં આવ્યુ હતું. ગીતમાં અમિતાભ બચ્ચન અને રેખા ગીતમાં ધૂળેટીના રંગમાં રંગાઈ જાય છે તો સંજીવકુમાર ઢોલક વગાડી મસ્તીનો માહોલ બાંધે છે.
હોળી પર્વ પર યાદ કરાતું આ ગીત હિન્દી ફિલ્મોના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના પર ફિલ્માવવામાં આવ્યુ છે. કટી પતંગ ફિલ્મનું ગીત દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું. ફિલ્મ વર્ષ 1971માં રિલીઝ થઈ હતી. મસ્તીભરેલા આ ગીતને મહાન ગાયક કિશોરકુમાર અને લતા મંગેશકરે અવાજ આપ્યો છે.
અહીં ફરી અમિતાભ બચ્ચને બાજી મરી છે. રંગ બરસે બાદ 'હોલી ખેલે રઘુવીરા' ગીત પણ ખૂબ જ હિટ નીવડ્યું. વર્ષ 2003માં બાગબાન ફિલ્મ રિલીઝ થઈ હતી. અમિતાભ બચ્ચન અને હેમા માલિની પર ફિલ્માવવામાં આવેલું ગીત આજે પણ ધૂળેટીના પર્વની પાર્ટીમાં અને કલબમાં લોકોને જલસો કરાવી દે છે. આ ગીતમાં પણ અમિતાભ બચ્ચનના જોશીલા અવાજની છાંટ છે. ગીતને ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને સુખવિન્દર સિંહે ગાયુ છે.
અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને હેમામાલિનીની એવરગ્રીન ફિલ્મ 'શોલે' ને કેવી રીતે ભૂલી શકાય, ફિલ્મમાં ગબ્બરસિંહનો ડાયલોગ 'હોલી કબ હૈ' તો આજે પણ યાદ કરાય છે પરંતું ફિલ્મમાં ધૂળેટી પર ફિલ્માવવામાં આવેલુ ગીત 'હોલી કે દિન દિલ મિલ જાતે હૈ' ગીત પણ એવરગ્રીન રહ્યુ છે. કિશોર કુમાર અને લતા મંગેશકરેના અવાજમાં આ ગીત આજે પણ તેટલું જ લોકપ્રિય છે.
અક્ષયકુમાર અને હુમા કુરૈશીની વર્ષ 2013માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગો પાગલ' ગીતમાં ધૂળેટીની ઉજવણી બતાવવામાં આવી છે. આ ગીતને રફતાર અને નિંડી કૌરે ગાયુ છે.
Holi Special: ભારતમાં કેવી છે રંગોત્સવની રંગત? જાણો કાશ્મીરથી કન્યાકુમારી સુધી કેવી રીતે ઉજવાય છે હોળી
રોમેન્સ અને સિઝલીંગ કેમેસ્ટ્રીની વાત આવે ત્યારે અક્ષયકુમાર અને પ્રિયંકા ચોપડાનું આ ગીત દરેક હોળી પાર્ટીમાં પ્લે થાય છે. વક્ત ફિલ્મનું આ ગીત છે જેમાં અક્ષય અને પ્રિયંકા ચોપરાનો ડાન્સ જોઈ અનેક યુવાહૈયાઓ તેમના ફેન થઈ ગયા હતા. અનુ મલિક અને સુનિધિ ચૌહાણે મસ્તીભર્યા અંદાજમાં આ ગીત ગાયુ હતું.
PHOTOS: 40 હજાર માણસોના હાડપિંજરથી બનાવવામાં આવ્યું છે આ ભયાનક ચર્ચ, ખોપડીઓ અને આંગળીઓથી કરાવાઈ છે સજાવટ
વર્ષ 2013માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ 'યે જવાની હૈ દિવાની'નું બલમ પિચકારી ગીત ટીનેજર્સ અને યંગસ્ટર્સને ક્રેઝી કર્યા હતા. રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ પર ગીત ફિલ્માવવામાં આવ્યુ હતું. વિશાલ દદલાણી અને શાલમલી ખોલગડેએ સુપરહિટ ગીતને ગાયુ છે.
કેસુડાના રંગથી રંગોત્સવની રંગત...જાણો કેસૂડા વિના કેમ અધૂરી કહેવાય છે ધૂળેટી
આલિયા ભટ્ટ અને વરૂણ ધવનની ફિલ્મ 'બદરી કી દુલ્હનિયા'નું ટાઈટલ ટ્રેક પણ દર વર્ષે ધૂળેટીના પાર્ટીમાં અચૂકથી પ્લે થાય છે. ગીતને નેહા કક્કર,મોનાલી ઠાકુર, દેવ નેગી અને ઈક્કા સિંહે ગાયું છે. ગીતમાં વરૂણ ધવનનો ડાન્સ અને આલિયા ભટ્ટની અદા પર દર્શકો ફિદા થઈ ગયા.
Holi Special: ધૂળેટી પર કેમ સફેદ કપડાં પહેરવાનો છે ટ્રેન્ડ, જાણો આ છે કારણો
બોલિવુડના હોળી પર ફિલ્માવવામાં આવેલા એવરગ્રીન ગીતને યાદ કરીએ તો આ આઈકોનિક ગીતને યાદ કરવું પડે. વર્ષ 1958માં રિલીઝ થયેલી ફિલ્મ નવરંગનું આ ગીત છે. મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલેએ આ સદાબહાર ગીતને પોતાનો અવાજ આપ્યો છે. મસ્તીભર્યુ આ ગીત આજે પણ તેટલું જ યાદગાર છે.
આ ફ્રિજ દૂધમાંથી દહીં પણ બનાવી આપશે...! જાણો હજુ બીજી ઘણી વિશેષતા છે આ ફ્રિજમાં
હોળીના તહેવારની વાત હોય એમાં પ્રેમી યુગલ ધૂળેટીના રંગોમાં તરબોળ થયા હોય ત્યારે આ ગીત પહેલા યાદ આવે. આ ગીત શાહરૂખ ખાન, સની દેઓલ, જૂહી ચાવલા અને અનુપમ ખેર પર ફિલ્માવવામાં આવ્યું છે. વિનોદ રાઠોડ, સુદેશ ભૌસલે અને દેવકી પંડિતે ગીત ગાયુ હતું. વર્ષ 1993માં રિલીઝ થયેલી 'ડર' ફિલ્મનું આ સુપરહિટ ગીત છે.